ધંધુકા એસ.ટી. ડેપોમાં ડ્રાઈવર તરીકે ફરજ બજાવતા ઈમરાનભાઈ સંધરીયાત ધંધુકા- સુરત રૂટમાં ફરજ બજાવતા હતા અને દરમિયાન તેમને બસમાંથી મોબાઈલ અને પાકિટ મળી આવતા તેમણે ચકાસણી કરતા આ બંને વસ્તુઓ સુરતના રહેવાસી મનુભાઈ પટેલની હોવાનું સામે આવતા તેમણે બે દિવસ બાદ મનુભાઈને બોલાવીને પોતાની વસ્તુ પરત કરીને એક ઈમાતદાર ડ્રાઈવર તરીકે ઈમરાનભાઈએ શ્રેષ્ઠ ઉદાહરણ પુરૂ પાડેલ છે.