આજરોજ પાલીતાણા તાલુકાના મોટી પાણીયાળી ક્લસ્ટરની તમામ પેટા શાળા જેવી કે અનિડા ડેમ પ્રા.શાળા તથા માંડવડા-૧ પ્રા.શાળા તથા મોટી પાણીયાળી કે.વ.શાળા તથા લાખાવાડ પ્રા.શાળા તથા મોટી પાણીયાળી વાડી પ્રા.શાળા તથા માંડવડા ૨ પ્રા.શાળામાં તમામ બાળકો તથા શિક્ષકો દ્વારા લોકશાહીનું મહત્વ દર્શાવતા “મતદાન જાગૃતિ દિન”ની ઉજવણી કરવામાં આવેલ..જેમાં વિવિધ શ્લોગન જેવા કે “મત આપો મત અપાવો, દેશની ઓળખ અપાવો” તથા “ચાલો કરીએ સૌ મતદાન,દેશને બનાવીએ મહાન” તથા “મતદાતા જાગે અધિકાર માંગે” તથા “યુવાન હોય કે યુવતી,મતદાનની તક કરો ન જતી” તથા “સારે કામ છોડ દો,સબસે પહલે વોટ દો” તથા “બચ્ચા બચ્ચા કરે પુકાર,વોટ ડાલના તુમ હર બાર” જેવા વિવિધ પોસ્ટરો સાથે મતદાનનું મહત્વ સમજાવવામાં આવેલ. આ ઉપરાંત આજના દિવસે લેવાની પ્રતિજ્ઞા દરેક શાળાના આચાર્યશ્રી દ્વારા હાજર રહેલા તમામ બાળકો તથા યુવાન ભાઈઓ /બહેનો તથા શિક્ષકોએ લેવડાવવામાં આવેલ….આ ઉપરાંત માંડવડા ૨ પ્રા.શાળા આચાર્યશ્રી વાઘેલા ગભાભાઈ દ્વારા પ્રાસંગિક વાત કરેલ… અને આવનાર લોકસભાની ચૂંટણીમાં પૂર્ણ મતદાન થાય તેવું દરેક શાળાના આચાર્ય દ્વારા વકતવ્ય રૂપી વાત રજુ કરેલ…આ સમગ્ર કાર્યક્રમનું સંકલન મોટી પાણીયાળી કલસ્ટરના સી.આર.સી.કો ચૌહાણ જયંતીભાઈ દ્વારા સફળ રીતે કરવામાં આવેલ.