આગામી લોકસભા સામાન્ય ચૂંટણી-ર૦૧૯ અન્વયે આદર્શ આચારસંહિતા અમલમાં આવેલ હોય જે અનુસંઘાને ચૂંટણીમાં શાંતીપુર્ણ વાતાવરણ બની રહે અને નીષ્પક્ષ અને ભયમુક્ત રીતે મતદાન થાય તે અંતર્ગત અમરેલી જીલ્લાના પોલીસ અધિક્ષક નિર્લિપ્ત રાય આદેશાનુસાર કાયદો અને વ્યવસ્થા જળવાય રહે તે માટેના જિલ્લાના માથાભારે ઈસમો અંગે કોમ્બીંગ કરવા અને તેમના વિરૂધ્ધ અટકાયતી પગલાઓ લેવા તેમજ કડક કાર્યવાહી કરવા સુચના આપેલ હોય જે અન્વયે ન.પો.અધિ. સાવરકુંડલા કે.જે.ચૌધરીના માર્ગદર્શન હેઠળ ઈન્ચાર્જ પોલીસ ઈન્સ્પેકટર ડી.એ. તુવર તથા મરીન પીપાવાવ પો.સ્ટે.ના પો.સબ ઈન્સ. એસ.આર.શર્મા તથા રાજુલા, મરીન પીપાવાવ પો.સ્ટે.ના સ્ટાફ દ્વારા આગામી ચૂંટણીમં શાંતિમય વાતાવરણ રહે તે સારૂ રાજુલા વિસ્તારામાંં રહેતા અને ગુનહો કરવાની ટેવવાળા અને ભુતપુર્વ ગુન્હાહિત ઈતિહાસ ધરાવતી કોબ્રા ગેંગના માથાભારે ઈસમોને અટક કરી કાયદાનું ભાન કરાવવામાં આવેલ છે. જેમાં કોબ્રા ગેંગના ઈસમો કનુભાઈ બાબુભાઈ લાખણોત્રા રહે. જુની બારપટોળી તા. રાજુલા, ભોળાભાઈ આતાભાઈ વાઘ રહે. જુની બારપટોળી તા. રાજુલા, શિવાભાઈ બાબુભાઈ લાખણોત્રા રહે. જુની બારપટોળી તા. રાજુલા, હકાભાઈ નાજાભાઈ વાઘ રહે. જુની બારપટોળી તા. રાજુલા, પ્રતાપભાઈ આતાભાઈ વાઘે રહે. જુની બારપટોળી તા. રાજુલની અટકાયત કરેલ.