અમરેલી જીલ્લામાં એક માત્ર જાફરાબાદમાં માચ્છીમારીનું બંદર આવેલ છે, અને ત્યાર ૧૦૦ની આસપાસ બોટો હતી જે માત્ર બોમ્બે ડગ (બુંમ્બલા) નામ મચ્છિની જ માચ્છિમારી કરે જે ગુજરાતમાં બીજા કોઈ બંદરમાં આટલા મોટાપાયે થતી નથી. આ માચ્છિમારીમાં ત્રણ-ચાર દિવસે બંદરમાં બોટો ર૪ કલાકમાં ગમે ત્યારે આવતી જતી હોય છે. જેથી બંદર ઉપર સ્ત્રીઓ, પુરૂષો, ખેલાસીઓની હાજરી સતત જોવા મળે છે. પરંતુ આ બંદર ઉપર હાલમાં ૬પ૦-૭૦૦ બોટોને તેમજ લોકોને કોઈ પ્રાથમિક સુવિધા આજ દિન સુધી મળી નથી. હાલ, નવો ડંકો બનાવેલ પણ તે એટલી જ લંબાઈનો જે ૧૦૦ બોટો હતી તેટયલો જ છે અને હવે બંદરમાં બોટોનું પ્રમાણ ખુબ જ વધારે છે. અટલે ડંકો જુના પુલ સુધી લંબાવવામાં આવે તો ઘણો મોટો લ ાંબો ડંકો બને તો બોટો લાંગરવામાં, માચ્છિખાલી કરવા, તથા બરફ લેવામાં સરળતા રહે અને સમય માચ્છિમારોનો બચે. બંદરમાં પુલ ઉતરવાનો રોડ પણ સાવ સાંકડો છે તેને કેમ નવા રોડ સાથે બનાવવામાં આવતો નથી જેની રજુઆત થતા જ રોડ રસ્તાના કામમાં તો ઝડપ આવી પરંતુ બંદરમાં ઉતરવાના રોડની માત્ર બાવળો કાપવાથી પ્રશ્નનો ઉકેલ આવે તેમ નથી. જાફરાબાદ બંદર ર૪ કલાક માનવ મેદનીથી ધમધમે છે અને સરકાર દ્વારા તમામ લોકોન કુદરતી હાજત માટેના હક્ક માટે અભિયાન ચલાવેલ છે પણ આ દુઃખની વાત છે કે આ બંદર ઉપર કોઈ પે-યુઝ સંડાસ કે સ્ત્રી-પુરૂષો માટે ટોઈલેટ નથી, તો આ ત્રણેક કિ.મી.માં ફેલાયેલ બંદરની શરૂઆતમાં જુના પુલની પાસે તેમજ બંદરની વચ્ચે અને લાસ્ટમાં બનાવવામાં આવે જેથી દિવ્સ-રાત કામ કરવામાં સંકોચ અનુભવ માચ્છિમારો વેપારીઓને ન કરવો પડે. શહેરના લોકોની માંગ ધ્યાને લઈ ઘટતી કાર્યવાહી કરી યોગ્ય કરવા જાફરાબાદ શહેરની જનતા વતી જીલ્લા કલેકટર અમરેલી, સાંસદ નારણભાઈ કાછડિયા, ધારાસભ્ય અંબરીશભાઈ ડેર, વિરોધ પક્ષના નેતા પરેશભાઈ ધાનાણી, મામલતદાર જાફરાબાદ, બંદર અધિકારીને જાફરાબાદ તાલુકા ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ બાલકૃષ્ણ સોલંકીએ રજૂઆત કરી છે.