ઘોઘા ગામ માં જૈન દેરાસર પાસે આવેલી હજરત રોશન ઝમીર ચોભાપીરના વાર્ષિક ઉર્ષની શાનદાર ઉજવણી કરાઇ હતી. આ પ્રસંગે મેમણ મસ્જિદ થી ચાદર શરીફનું ઝુલુસ હજરત રોશન ઝમીર ચોભાપીર ની દરગાહ પર જઇ દરગાહ પર ફુલચાદરો અર્પણ કરાઇ હતી. ચાદર શરીફના કાર્યક્રમ બાદ ન્યાઝનો કાર્યક્રમ પણ સંચાલકો દ્વારા યોજવામાં આવ્યો હતો.
રાત્રે ૯-૦૦ કલાકે સૌરાષ્ટ્ર ના મશહુર કવ્વાલ શબ્બીર દેખૈયા,નાઝીયા હસન તથા ફારૂક શેખ વચ્ચે કવ્વાલી મુકાબલા નો કાર્યક્રમ યોજાયો હતો.
જેમાં ત્રણે કવ્વાલોએ સુફીઓના જીવન ચરિત્ર પર સુંદર કવ્વાલીઓ રજુ કરી હતી અને રહીશ હાજી(તબલચી),કાસમ ખુંભીયા(ઇન્ડિયન આઇડલ સીઝન-૧૦ ફેમ) ઢોલક અને અક્રમ દેખૈયા તથા સોહીલ દેખૈયા એ પોતાના સાજ થી કવ્વાલી માં ચાર ચાંદ લગાવી અકીદતમંદોને મંત્રમુગ્ધ કર્યા હતા. મોડી રાત સુધી ચાલેલા કવ્વાલીના કાર્યક્રમમાં મોટી સંખ્યામાં કવ્વાલી રસિકોએ લ્હાવો માણ્યો હતો. સમગ્ર કાર્યક્રમ માં રામ-રહીમ ગ્રૂપ એ જહેમત ઉઠાવી સફળ બનાવ્યો હતો.