ગારિયાધારમાં આવારા અને રોમીયો સામે કાર્યવાહીની ચેમ્બર દ્વારા માંગણી

752

ગરિયાધાર શહેરમાં ગત દિવસોમાં રેડીમેઈડ કપડાના શો રૂમ માલિકનું ખંડણી વસુલવા હેતુ અપહરણનો પ્રયાસ થયાનું સુત્રો દ્વારા જાણવા મળેલ અને મામલે પોલીસ ફરિયાદ પણ થયેલ અને ફરિયાદના આધારે પોલીસ દ્વારા એક આરોપીની અટકાયત પણ કરી હોવાનું જાણવા મળેલ છે.

જયારે આજરોજ ગારિયાધાર ચેમ્બર ઓફ કોમર્સ તથા આગેવાનો દ્વારા બહોળી સંખ્યામાં અત્રેની પટેલવાડી પાસે એકત્ર થઈ મામલતદાર કચેરી પર જઈ મામલતદાર ગારિયાધારને આવેદનપત્ર આપેલ અને સાથો સાથ આ ગત દિવસોનો અપહરણના પ્રયાસ વાળો બનાવ તથા શહેરમાં જાહેર માર્ગો તથા ધાર્મિક સ્થળો અને શાળાઓ પાસે અવારા તત્વો દ્વારા થઈ રહેલ છેડતીના બનાવો પ્રત્યે કડકમાં કડક કાર્ય્વાહી કરી આ દુષણો હટાવવા માંગણી કરવામાં આવેલ સાથો સાથ રજુઆતમાં જણાવાયેલ કે શહેરમાં આવારા તત્વો દ્વારા વેપારીઓને અવારઅનવાર ધાક  ધમકીના કિસ્સાઓ થતા હોય છે તે તમામ મામલે આવારા તત્વોને ઝડપી લઈ કાયદેસરી કડક કાર્યવાહી કરી સજા આપવાની પણ માંગણી કરવામાં આવેલ.

નોંધનીય બાબત છે કે અપહરણના પ્રયાસ વાળા  મામલે શહેરના વેપારી વર્ગ તથા નગરજનોમાં ફફડાટ વ્યાી ગયેલ છે. વળી આગામી દિવસોમાં મામલે શું કાર્યવાહી થાય તે જોવું રહ્યું.

Previous articleઈશ્વરિયા શાળામાં રંગારંગ ધૂળેટી
Next articleનવીન હાઉસ ખાતે શેત્રુંજય તિર્થની પ્રતિકૃતિના દર્શન કરતા જૈન ભાવિકો