ઢેબરા તેરસના પવિત્ર દિવસે પાલિતાણાના શેત્રુંજય ગીરી તિર્થની છ ગાઉની યાત્રા કરીને હજારો ભાવિકોએ ધન્યતા અનુભવી હતી. ભાવનગરની કલેકટર કચેરી સામે આવેલ નવીન હાઉસ ખાતે પણ દર વર્ષની માફક શેત્રુંજય ગીરી તિર્થની પ્રતિકૃતિ નિર્માણ કરવામાં આવી હતી.
ફાગણ સુદ તેરસ-ઢેબરા તેરસનું જૈન સમાજમાં આગવું મહત્વ છે. આજના દિવસે જૈન સમાજની આસ્થાના પ્રતિક સમાન શેત્રુંજય ગીરી તિર્થનીછ ગાઉની યાત્રાનું અનેરૂ મહત્વ હોય, પાલિતાણા યાત્રામાં ન જઈ શકયા હોય તેવા જૈન ભાવિકો માટે શહેરની કલેકટર કચેરી સામે શેત્રુંજય ગીરી તિર્થની પ્રતિકૃતિ તૈયાર કરવામાં આવી હતી. જૈન ભાવિકોએ શેત્રુંજય ગીરીતિર્થની પ્રતિકૃતિની પરિક્રમા કરી દર્શન, પુજન કર્યું હતું.