આદીનાથના જયઘોષ સાથે છ’ગાઉ યાત્રા સંપન્ન

1019

જૈનોની તિર્થનગરી પાલિતાણા ખાતે આજે ફાગણ સુદ તેરસ નિમિત્તે છ’ગાઉની યાત્રા સાથે ઢબેરીયો મેળો યોજાયો હતો. જેમાં દેશ-વિદેશના હજારો જૈન યાત્રિકો ઉમટી પડ્યા હતાં અને આદીનાથ દાદાના જયઘોષ સાથે ભાવિકોએ છ‘ગાઉ યાત્રા સંપનન કરી હતી. ફાગણ સુદ તેરસ નિમિતતે યોજાતી છ’ગાઉ યાત્રા સંપન્ન કરી હતી.

ફાગણ સુદ તેરસ નિમિતતે યોજાતી છ’ગાઉ યાત્રામાં ભાગ લેવા માટે અગાઉથી જ જૈન ભાવિકો પાલીતાણા ખાતે પહોંચી ગયા હતા અને તેના કારણે પાલિતાણાની તમામ ધર્મશાળાઓ  હાઉસફુલ થઈ જવા પામી હતી. રાત્રીના  બે વાગ્યાથી  જય તળેટી ખાતેથી યાત્રાનો પ્રારંભ  થયો હતો. સવારે ૪ કલાકે રામપોલ ખાતેથી દાદાના દરબાર ખાતે પ્રવેશ આપવામાં આવ્યો હતો.

બીજી તરફ આ વૃષે ઘેટી પગલાથી પણ મોટી સંખ્યામાં ભાવિકોએ આદીનાથ દાદાના જયઘોષ સાથે યાત્રાનો પ્રારંભ કર્યો હતો. આ વૃષે યાત્રીકોનું ૭૦ રૂપિયાથી વધુનું સંઘ પુજન થયું હતું. જયારે ઘેટી ખાતે ૯૭ વ્યક્તિના પાલ રાખવામાં અઆપયા હતાં. જેમાં સાકરનું પાણી, તજ-લવીંગનું પાણી, ઉકાળેલુ પાણી, લચ્છી, છાશ, દહીં, થેપલા, પુરી, ખાખરા, ગાંઠીયા, દ્રાક્ષ, તરબુચ સહિતની વસ્તુઓથી ભક્તિ કરવામાં આવી હતી. યાત્રા દરમ્યાન મોટી સંખ્યામાં ભાવિકોના મોબાઈલની ચોરી થયાનું એનાઉન્સ કરવામાં આવેલ. જો કે ગત વર્ષે કરતા યાત્રામાં ભાવીકોની સંખ્યામાં ઘટાડો નોંધાયો હતો.

છ’ગાઉ યાત્રા દરમ્યાન ઉતરતા વીમલગચ્છ સમુદાયના સાધ્વજી પડી જતા તેમને પેટના ભાગે ગંભીર ઈજા થતા તેમને તાત્કાલીક સારવાર માટે ગીરી વિહાર હોસ્પિટલ ખાતે દાખલ કરાયા હતાં. જયાં સારવાર દરમ્યાન સાધ્વજી કાળ ધર્મ પામ્યા હતાં. પ૮ વર્ષિય સાધ્વીજીનો ૩પ વૃષિય દિક્ષા પર્યાય હતો. આ બનાવથી જેન સમાજમાં શોક છવાયો હતો. યાત્રા દરમ્યાન નાની-મોટી ઘટનાઓને બાદ કરતા એકંદરે શાંતિથી યાત્રા સંપન્ન થઈ હતી.

Previous articleશહેરમાં કમળા હોળી પ્રગટાવાઈ
Next articleમંદાના કરિમી હોટ ટોપલેસ ફોટાઓના લીધે ચર્ચામાં છે