વિશ્વના ૧૦૦ ફેમસ ખેલાડીઓના લિસ્ટમાં વિરાટ નંબર-૧ ક્રિકેટર, ધોની ૧૩માં ક્રમે

630

નવી દિલ્હીઃ વિરાટ કોહલી અને એમએસ ધોની ન માત્ર ભારતીય ક્રિકેટ પરંતુ વિશ્વ ક્રિકેટમાં પણ મોટા નામો છે. તેના ચાહનારાઓ વિશ્વના ખૂણે-ખૂણામાં છે. આજ કારણ છે કે જ્યારે વિશ્વના ૧૦૦ ફેમસ ખેલાડીઓની યાદી જાહેર થઈ તો બંન્ને ક્રિકેટરો બીજાની તુલનામાં ઘણા આગળ રહ્યાં છે. આ લિસ્ટમાં સામેલ થનાર વિરાટ કોહલી નંબર વન ક્રિકેટર રહ્યો તો ધોની નંબર ૨. આ લિસ્ટ સોશિયલ ફેન ફોલોઇંગ અને ગુગલ પર ખેલાડીઓને ચર્ચ કરવાના આધારે તૈયાર કરવામાં આવ્યું છે. ૧૦૦ સૌથી ચર્ચિત ખેલાડીઓની યાદીમાં પોર્ટુગલના સ્ટાર ફુટબોલર ક્રિસ્ટિયાનો રોનાલ્ડો નંબર-૧ પર છે. ટોપ ટેનમાં સામેલ થનાર વિરાટ એકમાત્ર ક્રિકેટર છે. વિરાટને આ યાદીમાં સાતમું સ્થાન મળ્યું છે. આ લિસ્ટમાં સામેલ કોઈપણ ક્રિકેટર અત્યાર સુધીના સૌથી ઉંચા રેન્ક પર છે. વિરાટે પોતાના ગત વર્ષના ૧૧માં રેન્કમાં ૪ સ્થાનની છલાંગની સાથે સાતમું સ્થાન હાસિલ કર્યું છે. વિરાટની સોશિયલ મીડિયામાં ફેન ફોલોઇંગ ૩૭.૧ મિલિયન છે અને ગુગલ પર તેનો સર્ચ સ્કોર ૨૫ છે, જે ક્રિસ્ટિયાનો રોનાલ્ડોના ૧૪૮ મિલિયન સોશિયલ ફોલોઇંગ અને ૧૦૦ સર્ચના સ્કોર પ્રમાણે ઘણો ઓછો છે. વિરાટની બાદ સૌથી ફેમસ ખેલાડીઓના ક્લબમાં સામેલ થનાર ધોની બીજો ક્રિકેટર છે. ધોનીએ આ વર્ષે સાત સ્થાનની છલાંગ લગાવી છે અને ગત વર્ષે ૨૦માં રેન્કમાં સુધાર કરીને ૧૩મો ક્રમ હાસિલ કર્યો છે. ધોનીની સોશિયલ મીડિયા પર ફોલોઇંગ ૨૦.૫ મિલિયન છે તો ગુગલ પર તેનો સર્ચ સ્કોર ૫ છે. વિરાટ અને ધોનીને મળીને વર્લ્ડ ફેમ ૧૦૦ ખેલાડીઓના લિસ્ટમાં કુલ ૧૧ ક્રિકેટરોને સ્થાન મળ્યું છે, જેમાં ૮ ભારતીય અને ૩ બાંગ્લાદેશી છે. વિરાટ અને ધોની સિવાય આ લિસ્ટમાં યુવરાજ ૧૮માં સ્થાન પર, રૈના ૨૨માં, અશ્વિન ૪૪માં, રોહિત ૪૬માં, હરભજન ૭૪માં, શાકિબ અલ હસન ૯૦માં, મુસ્તફિકુર રહીમ ૯૨માં, શિખર ધવન ૯૪માં અને મુશર્ફે મોર્તુજા ૯૮માં સ્થાન પર છે. ભારતની ટેનિસ સ્ટાર સાનિયા મિર્ઝા ૧૦૦ ખેલાડીઓના લિસ્ટમાં ૯૩માં સ્થાને છે.

Previous articleધોનીની ફિલ્મ ‘Roar of the Lion થઈ રિલીઝ, સલમાને ગણાવી ’બ્લોકબસ્ટર’
Next articleઆરસીબીના કેપ્પમાં પહોંચ્યો સુનીલ છેત્રી, વિરાટે કર્યું સ્વાગત