નવી દિલ્હીઃ ક્રિકેટના મેદાન પર મોટી દુર્ઘટના ઘણીવાર થઈ છે, જેનો શઇરા બેટ્સમેન, બોલર કે ફીલ્ડર બને છે. એકવાર ફરી ક્રિકેટના મેદાન પર મોટી દુર્ઘટના થઈ છે, જેમાં એક ખેલાડીનું મોત થયું છે.
આ ઘટના કોલકત્તામાં ઝઈ જ્યાં બાલીગંજ ર્સ્પોટિંગ ક્લબ તરફથી બેટિંગ કરતા સેકન્ડ ડીવિઝન સોનૂ યાદવનું મોત થયું છે. જાણવા મળ્યું કે, સોનૂ રમતા સમયે અચાનક બિમાર થઈ ગયો હતો.
બાલીગંજ ર્સ્પોટિંગ ક્લબના ખેલાડી પ્રેક્ટિસ કરી રહ્યાં હતા. આ દરમિયાન સોનૂ યાદવ બેટિંગ કરતા સમયે બિમાર થઈ ગયો. ત્યારબાદ તેના સાથી ખેલાડીઓએ તેને આરામ કરવાની સલાહ આપી, પરંતુ તેની સ્થિતિ વધુ ખરાબ થઈ ગઈ હતી. વધુ બિમાર થવાને કારણે ક્લબના અધિકારી તેને કેબના મેડિકલ યૂનિટમાં લઈને ગયાં જ્યાં ડોક્ટરોએ તેને હોસ્પિટલ લઈ જવાની સલાહ આપી હતી.
ત્યારબાદ તેને એસએસકેએમ હોસ્પિટલ લઈ જવામાં આવ્યો જ્યાં તપાસ બાદ તેને મૃત જાહેર કરવામાં આવ્યો હતો. શરૂઆતમાં હોસ્પિટલ તરફથી કહેવામાં આવ્યું કે, લગભગ સન સ્ટ્રોકને કારણે તેની સાથે આ દુર્ઘટના ઘટી છે. સોનૂના સાથી ખેલાડીઓનું કહેવું છે કે,બાટા ર્સ્પોટિંગ ક્લબ મેદાન પર આ દિવસોમાં અભ્યાસ ચાલી રહ્યો હતો. તેણે સોનૂના મોત માટે ક્લબને જવાબદાર ઠેરવતા કહ્યું કે, ચિકિત્સાની સુવિધાઓની કમીને કારણે આ ઘટના બની છે. એક ક્રિકેટરે કહ્યું કે, મેદાન પર કોઈ પ્રાથમિક ચિકિત્સાની વ્યવસ્થા નહતી. ૨૨ વર્ષના સોનૂને બચાવી શકાય તેમ હતી જો તેની ફરિયાદ બાદ તેને સીધો હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હોત. પરંતુ આ મામલામાં ક્લબ સંચાલકો તરફથી હજુ સુધી કોઈ પ્રતિક્રિયા આવી નથી.
સોનૂ યાદવના મોત બાદ પોલીસે કાર્યવાહી કરવા માટે મેદાન પર પહોંચી અને કેસ દાખલ કરી લેવામાં આવ્યો છે. પોલીસના એક અધિકારીએ જણાવ્યું કે, પહેલા મૃતદેહનું પોસ્ટમાર્ટમ કરવામાં આવશે અને ત્યારબાદ મોતના સાચા કારણની માહિતી મેળવી શકાશે.