વિસનગરમાં પરંપરાગત રીતે ખાસડા હોળી ખેલાશે

689

હોળી, ધૂળેટીના પર્વ પરંપરાગત જુની પ્રણાલી પ્રમાણે રમતો રમતા હોય છે જેમાં વિસનગરમાં વર્ષ પરંપરાગત રમાતું ખાસડા યુધ્ધ ખેલાશે. લડાઈ અને યુધ્ધમાં દુશ્મનના વારથી બચવાનો પ્રયત્ન કરાય છે. વિસનગરના આ અનોખા ખાસડા યુધ્ધમાં લોકો સામે ચાલીને ઘા ઝીલવા પ્રયત્ન કરે છે. જેને ખાસડુ વાગે તેનું વર્ષ સારું જાય તેવી વર્ષો જુની માન્યતા છે.

ધૂળેટીના દિવસે લોકો કલર અને પાણીથી આ તહેવારને ઉજવે છે. જ્યારે વિસનગરમાં સવારે લોકો હાથમાં જુના ખાસડા લઈ એક ટાવર બજારમાં ધૂળેટીનો તહેવાર ઉજવવા એકઠા થાય છે. આ દિવસે વિસનગરમાં અનઓખું ખાસડા યુધ્ધ ખેલાય છે. એક ટાવરથી મંડી બજાર વચ્ચે બે ભાગમાં લોકો જુના તુટેલા ખાસડાનો સંગ્રહ કરતા હતા અને ધૂળેટીના દિવસે હાથમાં ખાસડુ લઈ ખાસડા યુધ્ધ રમવા આવતા હતા. પરંતુ હવે ખાસડાની જગ્યાએ શાકભાજીનો ઉપયોગ થવા લાગ્યો છે. હવે ખાસડા યુધ્ધમાં રવૈયા, રીંગણ, ટામેટાનો ઉપયોગ થવા લાગ્યો છે.

યુધ્ધ અને લડાઈમાં દુશ્મનના વારથી લોકો બચવાનો પ્રયત્ન કરતા હોય છે. જેને ખાસડુ વાગે તેનું વર્ષ સારું જતું હોવાની માન્યતા હોવાથી લોકો સામેથી ખાસડા અને શાકભાજી વાર ઝીલવા પ્રયત્ન કરે છે. આ ખાસડા યુધ્ધને લઈ એક માન્યતા એવી પણ છે કે ખાસડા યુધ્ધમાં જે ટીમ પાછી પડે તે પ્રમાણે વિસનગરનું આવનારું વર્ષ કેવું જશે તેનું અનુમાન લગાવવામાં આવે છે. વિસનગરના ખાસડા યુધ્ધને લઈ વિવિધ માન્યતાઓ પ્રવર્તતી આવી છે.

આ અનોખા ખાસડા યુધ્ધ બાબતે એમ. એન. કોલેજના ઈતિહાસ વિભાગના પૂર્વ હેડ, પૂર્વ પ્રોફેસર ડો. ઈશ્વરલાલ ઓઝાના જણાવ્યા પ્રમાણે વિસનગરના ખાસડા યુધ્ધ બાબતે કોઈ સાહિત્યિક કે લેખિત આધાર પુરાવા મલતા નથી. પરંતુ પરંપરાગત જુની પ્રણાલી મુજબ આ અનોખું યુધ્ધ રમાય છે.

વિસનગરમાં ૧૭૬૧માં મરાઠાઓનું શાસન આવ્યું ત્યારથી મરાઠાઓના ઉત્સવો અને રમતોની શરૃઆત થઈ. ખાસડા યુધ્ધની શરૃાતનો કોઈ રેફરન્સ મળતો નથી, પરંતુ મરાઠાઓના શાસન વખતથી ચાલતી આવતી આ રમત છે. જે પ્રમાણે ૨૫૦ કરતા પણ વધારે વર્ષ જુનું આ અનોખું ખાસડા યુધ્ધ છે. જેને ખાસડુ વાગે તેનું વર્ષ સારું જાય. પાપ નષ્ટ થઈ જાય તેવી માન્યતા છે. વર્ષ શુકનિયાળ જાય, દૂષણો દૂર થાય તેવી માન્યતા અને પ્રણાલિકા પ્રમાણે આ ખાસડા યુધ્ધ વર્ષ પરંપરાગત રમાતી રમત છે.

Previous articleગુજરાતના આ પ્રખ્યાત મંદિરમાં એક મહિનો હોળી રમાય છે
Next articleગાંધીનગર સરખેજ હાઈવે પર રાત્રે ગમખ્વાર અકસ્માત એકનું મોત આઠ ઘાયલ