આજથી પ્રાંરભ થતા ફાલ્ગુન માસના કૃષ્ણપક્ષના પખવાડિયાના દિવસોનું સંક્ષિપ્ત પંચાંગ- અવલોકન

1004

આવતીકાલ તા. રર-૩-ર૦૧૯ (સંવત ર૦૭પ શાકે ૯૧૪૦ જૈન સંવન રપ૪પ- વસંત ઋતુ)થી પ્રારંભ થતો ફાલ્ગુન માસનો કૃષ્ણપક્ષ તા. ૦પ- એપ્રિલ્‌-ર૦૧૯ના રોજ અમાવાસ્યાને દિવસે પુર્ણ થશે. નિયત ભારતીય કેલેન્ડર મુજબ નુતન ચૈત્રી વર્ષ (ભારતીય શાકે ૧૯૪૧)નો પ્રારંભ થયો છે.

દિન વિશેષતાની દ્રષ્ટિએ આ પક્ષમાં તા. રર તુકારામ-બીજ, તા. ર૩ શિવાજી જયંતિ (તિથિ પ્રમાણે) તા. ર૪ સંકષ્ટ-ચતુર્થી (ચન્દ્રોદય ક. રર મિ. ૧૯) તા. રપ રંગપંચમી તા. ર૬શ્રી એકનાથ ષષ્ઠી તા. ર૮ કાલાષ્ટમી તા. ર૯ ગુરૂ ગ્રહનો ધન રાશિમાં પ્રવેશ તા. ૩૧ સ્માર્ત – અકોદશી તા. ૦૧ ભાગવત એકાદશી તથા એપ્રિલ ફુલ ડે તથા દ્વાદશી વૃધ્ધિતિથિ તા. ૦ર ભૌમ-પ્રદોષ તા. ૦૩ માસિક શિવરાત્રી તા. ૦૪ અમાસ તથા મુસ્લિમ પ્રમાણે શબ્બે મિરાજ છે.

સામાન્ય દિન શુધ્ધિની દ્રષ્ટિએ જોતાં પ્રયાણ મુસાફરી, મહત્વની મિટીંગો, ખરીદી-વેચાણ – કોર્ટ કચેરી કે દસ્તાવેજી પ્રકારના અન્ય નાના મોટા મહત્વપુર્ણ કાર્યો માટે તા. રર-રપ-૩૧ શુભ તા. ર૩-ર૭-ર૧૮-૩૦ મધ્યમ તેમજ તા. ર૪-ર૯-૦૧ -૦ર -૦૩- ૦૪ તથા ૦પ અશુભ છે. તા. ૧પ-૦૩-૧૯ થી તા. ૧૪૦-૪-૦૯ સુધી મીનાર્ક (મીનારખ)ના કેમરુતાના દિવસો હોવાથી ગુજરાત સોરાષ્ટ્ર- રાજસ્થાન – મારવાડમાં માંગલિક કાર્ય્‌ થઈ નહિ શકે. એ સિવાયના પ્રાંતોમાં લગ્ન માટે તા. ર- પ – ૭ – ૮ – ૧૧ તા. રર – રપ જનોઈ માટે તા. ૧૬ – રર -ર૩ – રપ- ર૮ તથા ૩૦ વાસ્તુ તથા કળમ-સ્થાપન માટેશ ુભ મુહુર્તો છે. બાકી ગુજરાત – સૌરાષ્ટ્ર – રાજસ્થાન તથા મારવાડમાં તા. ૧૭- એપ્રિલ પછી પુનઃ લગ્નસરા તથા એ પ્રકારના અન્ય માંગલિક પ્રસંગોનો દોર પુરબહારમાં પ્રારંભ થઈ જશે.

ગ્રહગોચરમાં રસ ધરાવનારા મિત્રોની જાણ માટે આ પક્ષમાં સુર્ય મીનરાશિમાં, મંગળ વૃષભ રાશિમાં બુધ- શુક્ર, કુંભ રાશિમાં, ગુરૂ વૃશ્વિક, ધનમાં (સવગૃહી), શનિ-કેતુ ધનમાં તેમજ રાહુ મિથુન રાશિમાં ભ્રમણ કરશે. જેની કુંડળીમાં રાહુ મિથુનમાં તથા ગુરૂ ધનરાશિમાં હશે તેમના માટે શુભ ફળદાયક તબક્કો પ્રારંભ થઈ રહ્યો છે. ખગોળ રસિકો આ પક્ષમાં થનાર તા. ર૭ના ચંદ્ર – ગુરસૃની યુતિ, તા. ૦ર ચંદ્ર શુક્રની તથા તા. ૦૩ ચંદ્ર-બુધની યુતિ અવશય નિહાળે છે. જાતકોની કુંડળીમાં ગુરૂ મિથુન-ધન-મેષને સિંહ રાશિમાં હશે તેમને ગુરૂનું ભ્રમણ હવે સર્વકાર્ય  સિદ્ધિ ઉન્નતિ તથા ભાગ્યોદય સુચવે છે. જન્મ તારીખ ઉપરથી ખાત્રી કરી લેવી.

આ પક્ષના ગોચરના ગ્રહોનો અભ્યાસ કરતાં મેષ- કુંભ- મીન તથા તુલા રાશિ ુધરાવતા લોકોને આ દિવસો શ્રેષ્ઠ ફળદાયક હોવાથી તેમને માટે ધન લાભ, પ્રગતિ, સુખ, સંતોષ, અગત્યના કાર્યોમાં ધારી સફળતા તથા નવી નવી સારી તકોની પ્રાપતિનું સુચન કરે છે. મિથુન- તુલા- ધન- મકર- કર્ક રાશિ માટે આ ગાળો સામાન્ય – મધ્યમ પ્રકારનો હોવાથી તેમાં આર્થિક ચિંતા, વ્યર્થ વાદ વિવાદ, શારીરિક નાદુરસ્તી દુઃખ તથા વિધનોનું સુચન કરે  છે. જયારે સિંહ – વૃષભ – વૃશ્વિક કન્યા રાશિ ધરાવતા વર્ગ માટે આ તબક્કો અનિષ્ટ- સુચક હોવાથી આ તબકકો વ્યગ્રતા આઘાત – પ્રત્યાઘાત – સ્વજનો સાથે  સંઘર્ષ અપયશ તથા કલેશ અને નાની બાબતોમાં વાદ વિાદ તથા માનહાનિના અનુભવ કરાવે. ભોજનમાં ચણાની વાનગી આરોગવાથી તથા ખિસ્સામાં પીળો રૂમાલ રાખવાથી મુશ્કેલી ટાળી શકાશે. વાચક ભાઈ-બહેનો પોતાની મુંઝવતી અંગત સમસ્યાઓના નિરાકરણ માટે મો.નં. ૯૮૯૮૪૦૯૭૧૧ તથા ૯૪ર૮૩૯૬૩૩૬ ઉપર સંપર્ક કરીને સમાધાન પ્રાપ્ત કરી શકશે.

ગ્રામ્ય જનતા તથા ખેડુત મિત્રોદ હળ જોડવા માટે તા. રર-રપ-૩૧, ઘઉં, જવ, રાજગરો, ચણા, ડુંગળી, લસણ, ધાણા, જીરૂ, રાયડો, મરચા આરતો અનાજની વાવણી રોપણી કે બીજ વાપવા માટે તા. રર-રપ-ર૭ તથા ર૮, અનાજની કાપણી- લળણી, નિંદામણ માટે તા. રર- ર૭ – ર૮ – ૩૧ માલ વેચવા માટે તા. રપ, થ્રેસર – ઉપનેર દ્વારા ધાન્ય અને ભુસો અલગ કરવા માટે તા. રપ- ૩૧ માલની ખરીદી માટે તા. રર – ૩૧ ઉત્તમ શ્રેષ્ષ્ઠ છે. આ પક્ષમાં ઘર-ખેતર કે ભુમિની લેવડ દેવડ માટે કોઈ સંતોષકાર મુહુર્ત નહિં હોવાથી તે કામ મુલત્વી રાખવા તથા આવતા મહિને તા. ૧૧-૦૪-૦૯નો રોજ કરવા સુચન છે. સારો પાક તથા ઉપજ લેવા માટે ગ્રામ્ય જનતા તથા ખેડુત મિત્રોને ઉપરોકત મુહુર્ત પ્રમાણે કાર્ય કરવા સલાહ છે.

Previous articleયૂનોનો માનવાધિકાર રિપોર્ટ : ભારતને રેડ સિગ્નલ
Next articleGPSC, PSI, નાયબ મામલતદાર, GSSB પરીક્ષાની તૈયારી માટે