શહેરના કુંભારવાડા, વિકટર કાંટા પાસેની ખુલ્લી જગ્યામાં અલંગનો વેસ્ટેજ સામાનમાં આગ લાગ્યાની જાણ થતા ફાયર બ્રિગેડનો કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો. અને ખુલ્લા મેદાનમાં રખાયેલ જીઈબીને વાયરો તથા અલંગનો વેસ્ટ સામાનમાં લાગેલી આગને ૧ ગાડી પાણી છાંટી બુજાવી દીધેલ જયારે માલીક અકીલભાઈ હોવાનું અને આગનું કારણ જાણવા મળેલ ન હતું. આ ઉપરાંત સાંજના સમયે વરતેજ સમેરૂ હોટલ પાસે ઈંટોના ભઠ્ઠામાં રહેલ ગેસનો બાટલો સળગતા ફાયર બ્રિગેડ ટીમે પ્રાથમિક કામગીરી કરીને આગ બુજાવી દીધી હતી.