સંજય લીલા ભણસાળી અને પ્રિયંકા ચોપરાએ છેલ્લે ‘બાજીરાવ મસ્તાની’માં સાથે કામ કર્યું હતું. તેઓ બંને સંજયની ફિલ્મ ‘ગંગુબાઈ’માં ફરી સાથે કામ કરવા જઈ રહ્યા છે. આ ન્યૂઝને કન્ફર્મ કરતાં સંજયે એક ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું કે, ‘મને આ સ્ટોરી પસંદ છે. આ સ્ટોરી ઘણા સમયથી મારી પાસે છે. હું આ ફિલ્મ બનાવવા માટે આતુર છું. પ્રિયંકા અને મારી વચ્ચે વાતચીત ચાલી રહી છે.’
વાસ્તવમાં એવી અફવાઓ હતી કે, ભણસાળી સલમાન ખાન સાથેની તેમની આગામી ફિલ્મ ‘ઇન્શાઅલ્લાહ’માં જ પ્રિયંકાને કાસ્ટ કરવા માગતા હતા. જોકે, પ્રિયંકાએ સલમાનની ફિલ્મ ‘ભારત’ છોડી દીધી હોવાના કારણે બોલિવૂડના આ ભાઇજાને ‘ઇન્શાઅલ્લાહ’માં આ એક્ટ્રેસને કાસ્ટ કરવાના નિર્ણયનો વિરોધ કર્યો હતો.