સ્થાનિક સ્વરાજની ચૂ્‌ટણીને લઈને કોર કમિટિની બેઠકમાં ચર્ચા

722
gandhi312018-4.jpg

વિધાનસભામાં ૧૨૧ થી સીધા જ ૯૯માં સમેટાયેલા ભાજપે હવે પાલિકા- પંચાયતની ચૂંટણીઓ અંગે સરકાર- સંગઠન સાથે બેઠકોનો ધમધમાટ શરૂ કર્યો છે. સોમવારે સવારે અને બપોરે સંગઠન બાદ મોડી રાત પહેલીવાર નવી સરકારની રચના બાદ પ્રદેશ અધ્યક્ષ જીતુ વાઘાણી, મુખ્યમંત્રી વિજય રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નીતીન પટેલ સહિતના મંત્રીઓ અને ભાજપના રાષ્ટ્રીય સંગઠન મહામંત્રી વી. સતિષની હાજરીમાં સરકાર અને સંગઠનના કોર ગ્રુપની બેઠક કમલમ ખાતે મળી હતી. જે મોડી રાત સુધી ચાલી હતી.
ફેબ્રુઆરીમાં જ્યાં ચૂંટણી યોજનારી છે તેવી ૭૫માંથી ૫૪ પાલિકાઓમાં ભાજપનું શાસન છે, જ્યારે પાંચેક પાલિકાઓ અપક્ષ કે અન્યપક્ષોના ટેકાથી ભાજપના પ્રમુખો સંચાલનમાં છે. પાંચ વર્ષ પહેલા બનાસકાંઠા અને ખેડા જિલ્લા પંચાયતોમાં કોંગ્રેસને શાસન સંભાળવા જનાદેશ મળ્યો હતો. આ બંને જિલ્લા પંચાયતોથી લઈને ૧૭ તાલુકા પંચાયતોમાં પાછળથી પક્ષપલ્ટા અને અપક્ષોના સમર્થનથી મોટાભાગની સંસ્થાઓમાં ભાજપ કે તેના સમર્થનથી શાસન ચાલી રહ્યુ છે. વિધાનસભા ચૂંટણીમાં આ અધિકાંશ સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓને સમાવતા વિધાનસભા મતક્ષેત્રોમાં કોંગ્રેસના ધારાસભ્યો ચૂંટાયા છે. આથી, પાલિકા-પંચાયતો ફરીથી કબ્જે કરવા ભાજપે મંત્રીઓ, સાંસદો, ધારાસભ્યો અને પ્રદેશ સ્તરના નેતાઓને જવાબદારી સોંપશે. તે પહેલા યુવા મોરચા અને વિસ્તારકોને ઈન્ચાર્જ તરીકે નિમવા ભાજપ પ્રદેશ અધ્યક્ષે ગુરૃવારે બેઠકો બોલાવી છે.

રાજ્યના ચૂંટણી આયોગ દ્વારા મતદાર યાદી જાહેર
ગુજરાત રાજ્ય ચૂંટણી આયોગે ફેબ્રુઆરીમાં યોજનારી ખેડા અને બનાસકાંઠા જિલ્લા પંચાયતો સાથે ૭૫ પાલિકા-૧૨ તાલુકા અને ૧૪૦૦ ગ્રામ પંચાયતોની ચૂંટણીઓની પ્રક્રિયા લગભગ પૂર્ણ કરી લીધી છે. આયોગે જ્યાં ચૂંટણી યોજવાની છે તે સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં વોર્ડવાર મતદાર મંડળો રચીને તેના મતદારોની યાદીઓ પણ જાહેર કરી કાઢી છે. સંભવતઃ ઉત્તરાયણ બાદ જાન્યુઆરીના અંતિમ સપ્તાહ પહેલા સત્તાવારપણે ચૂંટણીની જાહેરાત કરવામાં આવશે.

Previous articleમનપા દ્વારા પ્લાસ્ટિક ઝૂંબેશ : પ્રતિબંધિત પ્લાસ્ટિક પતંગનો જથ્થો જપ્ત કરાયો
Next articleઆજથી બે દિવસ કવોડરેન્ટીડ્‌સ ઉલ્કાવર્ષાનો અવકાશી નજારો