જેની ઉત્સુકતાપૂર્વક ક્રિકેટ ચાહકો રાહ જોઇ રહ્યા છે તે હાઇ પ્રોફાઇલ ઇન્ડિયન પ્રિમિયર લીગ-૧૨ની આવતીકાલે રોમાંચક અને દિલધડક વાતાવરણમાં શરૂઆત થવા જઇ રહી છે. હાઈપ્રોફાઇલ ઇન્ડિયન પ્રિમિયર લીગ-૧૨નો પ્રથમ તબક્કો આવતીકાલથી શરૂ થઇ રહ્યો છે.
આઇપીએલની મેચો આવતીકાલે ૨૩મી માર્ચના દિવસે શરૂ થયા બાદ ૧૨મી મે સુધી ચાલનાર છે. ફાઇનલ મેચ ૧૨મી મેના દિવસે ચેન્નાઇમાં રમાશે. ક્રિકેટ ચાહકોમાં હવે જોરદાર ક્રેઝ રહેનાર છે. આઇપીએલની શરૂઆત મહેન્દ્ર સિંહ ધોનીના નેતૃત્વમાં ચેન્નાઇ સુપર કિગ્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગલોર વચ્ચેની મેચ સાથે થનાર છે. ટુર્નામેન્ટના ફોર્મેટની વાત કરવામાં આવે તો આ સ્પર્ધા ડબલ રાઉન્ડ રોબિન અને નોટ આઉટના આધાર પર રમાનાર છે.
આઠ ટીમો વચ્ચે હવે જંગ ખેલાશે. ચેન્નાઇ સુપરે ગયા વર્ષે વાપસી કરીને જોરદાર દેખાવ કર્યો હતો અને ચેમ્પિયનશીપ જીતી લીધી હતી. વર્ષ ૨૦૧૩ના આઇપીએલ બેટિંગ કેસના મામલે તેમના સંબંધિત માલિકો સામેલ રહ્યા બાદ આ બન્ને ટીમો પર પ્રતિબંધ મુકવામાં આવ્યો હતો. બે વર્ષના પ્રતિબંધ બાદ ગયા વર્ષે રાજસ્થાન રોયલ્સ અને ચેન્નાઇ સુપર કિંગ્સની વાપસી થઇ હતી. ડીઆરએસની વ્યવસ્થા પણ આમાં રાખવામાં આવી છે.ખાસ કરીને ઉભરતા સ્ટાર ખેલાડીઓને આઇપીએલના મંચ પર જોરદાર દેખાવ કરીને રાષ્ટ્રીય સ્તર પર ચમકવાની સુવર્ણ તક છે. આગામી સપ્તાહો સુધી હવે જોરદાર રોમાંચ રહેનાર છે.આઇપીએલ-૧૨માં પણ ટ્વેન્ટી વર્લ્ડ કપની જેમ જ ચોગ્ગા અને છગ્ગાની રમઝટ જોવા મળે તેવી શક્યતા છે. હવે આઇપીએલની રોમાંચકતા જોવા મળશે. તમામ ટીમોના સ્ટાર ખેલાડીઓ તેમાં ભાગ લેનાર છે. ઉદ્ઘાટન કાર્યક્રમ બાદ ટૂર્નામેન્ટની શરૂઆત આવતીકાલથી થશે. કુલ ૬૦ ટ્વેન્ટી- ૨૦ મેચો સમગ્ર ટૂર્નામેન્ટ દરમિયાન રમાશે. ઇન્ડિયન પ્રિમિયર લીગની અન્ય વિશેષતા એ છે કે, આઈપીએલ-૧૨માં ગુજરાતના અનેક ખેલાડી પણ રમી રહ્યા છે. અગાઉની સિઝન ઉપર નજર કરવામાં આવે તો જાણવા મળે છે કે, દરેક સિઝનમાં ગુજરાતના કોઇ ખેલાડીએ ભવ્ય દેખાવ કર્યો છે. આ તમામ ખેલાડીઓને પસંદગીકારોનુ ધ્યાન દોરવાની તક રહેલી છે. ગુજરાતના જે ખેલાડી રમાનાર છે જેમાં પાર્થિવ પટેલ સિવાય જયદેવ ઉનડકટ, અક્ષર પટેલનો સમાવેશ થાય છે.તમામ ૧૦ સ્ટેડિયમ ખાતે પુરતી તૈયારી કરી લેવામાં આવી છે. લીગ તબક્કામાં કુલ ૫૬ મેચો રમાનાર છે. લીગ મેચો આવતીકાલે શરૂ થયા બાદ પાંચમી મે સુધી ચાલનાર છે.ત્યારબાદ ટોપની ચાર ટીમો પ્લે ઓફમાં રમનાર છે. ઇન્ડિયન પ્રિમિયર લીગને આઇપીએલ તરીકે પણ ગણવામાં આવે છે.
બીસીસીઆઇ દ્વારા પણ કહેવામાં આવ્યુ છે કે સ્પર્ધાની શરૂઆત ૨૩મી માર્ચથી થનાર છે. આ વખતે લોકસભા ચૂંટણી પણ થઇ રહી છે જેથી કાર્યક્રમને લઇને પહેલા ભારે દુવિધા હતી. એક વખતે સામાન્ય ચૂંટણી હોવાના કારણે દેશની બહાર પણ આઇપીએલના આયોજનને લઇને વિચારણા કરવામાં આવી હતી. ૧૯મી ફેબ્રુઆરીના દિવસે બોર્ડ દ્વારા આઇપીએલ મેચોના ટાઇમ ટેબલની જાહેરાત કરી દેવામાં આવી હતી. આની સાથે જ અટકળોનો અંત આવી ગયો હતો. પ્રથમ ૧૭ મેચોનો કાર્યક્રમ હાલમાં જાહેર કરવામાં આવ્યા બાદ ચર્ચા છે. તમામ ટીમો બે મેચો ઘરમાં અને બે મેચો અન્યત્ર રમનાર છે. સ્ટાર ઇન્ડિયા દ્વારા મેચોનુ પ્રસારણ કરવામાં આવનાર છે.
સ્ટાર ઇન્ડિયાએ પહેલાથી જ ઇન્ડિયન પ્રિમિયર લીગની ૧૨મી આવૃત્તિમાં જાહેરાત મારફતે ૨૧ અબજ રૂપિયાની જંગી આવક કરી લીધી છે. છેલ્લી આઈપીએલની સરખામણીમાં તેને ૨૦ ગણી વધારે રકમ મળનાર છે.
બ્રોડકાસ્ટરને ટીવી અને ડિજિટલ પ્લેટફોર્મથી કુલ મળીને ૧૭૫૦ કરોડ રૂપિયાની કમાણી ૨૦૧૮માં થઇ હતી. છેલ્લી આઈપીએલને લઇને કરવામાં આવેલી અમારી મહેનત અને આ વર્ષની તૈયારીના આ પુરાવા છે. ૮૦ ટકાથી વધારે ઇવેન્ટરીનું વેચાણ કરવામાં આવી ચુક્યું છે. આઈપીએલ-૧૨ની શરૂઆત ૨૩મી માર્ચના દિવસે થશે.ગયા સપ્તાહ સુધી સ્ટારની પાસે ૨૧૦૦ કરોડ રૂપિયાની જાહેરાતો આવી ગઈ હતી. સ્ટારને અલગ અલગ ભાષાઓમાં આઈપીએલનું પ્રસારણ કરવાની રણનીતિથી પણ ફાયદો થયો છે. આ સિઝનમાં ટીવી અને હોટસ્ટાર ઉપર આવનાર મોટી જાહેરાતોમાં કોકોકોલા, વિવો, ઓપો, સ્વિગી, મારુતિ સુઝુકી, એમઆરએફ, વોલ્ટાજ, એશિનય પેઇન્ટ્સ, સેમસંગ એલઇડી, ફ્યુચર ગ્રુપ, વિમલ પાનમસાલા, મોબાઇલ પ્રિમિયર લીગ અને પોલીકેબનો સમાવેશ થાય છે.
એમેઝોન પે, ફ્લિપકાર્ટ, મુદ્રા ગારમેન્ટ, નેસ્લેના મેગી જેવા પ્રોડક્ટે માત્ર હોટ સ્ટાર ઉપર ડિજિટલી સ્પોન્સરશીપ મેળવી છે. ૧૨ ચેનલો ઉપર છ ભાષામાં પ્રસારણ કરવામાં આવનાર છે. આ વર્ષે બ્રોડકાસ્ટર ૨૨ ચેનલો ઉપર આ મેચોનુ પ્રસારણ કરનાર છે. પ્રથમ મેચમાં જ ધોની અને કોહલી આમને સામને આવનાર છે. દેશમાં હવે ચૂંટણી અને આઇપએલ એમ બે માહોલ છે. આવતીકાલે ચેન્નાઇમાં ચેન્નાઇ અને બેંગલોર વચ્ચે મેચ રમાનાર છે. આ મેચનુ રાત્રે આઠ વાગ્યાથી પ્રસારણ થશે.