પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકાના સીઘાડા પાસે ડ્રાઇવરે ટ્રકને સેલ લગાવતા ટ્રકમાં અચાનક આગ લાગી હતી. જોત જોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું. આગના પગલે ડ્રાઇવર અને કન્ડક્ટર ગંભીર રીતે દાઝ્યા હતા. સ્થાનિક લોકોએ દાઝેલા બંને યુવકો સારવાર માટે રાધનપરુ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. ભડભડ સળગતા ટ્રકને જોઇને લોકોમાં દોડધામ મચી હતી. આગ લાગવાના કારણે ટ્રકમાં ભરેલી કોલસી બળીને ખાખ થઇ ગઇ હતી. ઘટનાની જાણ ફાયરબ્રિગેડને કરવામાં આવતા ફાયરની ટીમ ઘટના સ્થળે પહોંચીને આગ ઉપર કાબુ મેળવવાની કામગીરી હાથધરી હતી. સાથે સાથે સાંતલપુર પોલીસે અકસ્માતે ગુનો નોંધી તપાસ હાથધરી હતી. આ ઘટનાનો સ્થાનિક લોકોએ વીડિયો પણ ઉતારી લીધો હતો.
પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકાના સીઘાડા પાસે ટ્રકમાં લાગેલ આગ સીધાડાની એક હોટલ પાસે બની ઘટના ડ્રાઇવરે ટ્રકને ચાલુ કરવા માટે સેલ લગાવ્યો હતો. જોકે આ સમયે અચાનક જ ડ્રાઇવર કેબીનમાં આગ લાગી હતી. અને આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું.
આગના પગલે ડ્રાઇવર અને કન્ડક્ટર ગંભીર રીતે દાઝ્યા હતા. સ્થાનિક લોકોએ દાઝેલા બંને યુવકો સારવાર માટે રાધનપરુ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. ભડભડ સળગતા ટ્રકને જોઇને લોકોમાં દોડધામ મચી હતી. આગ લાગવાના કારણે ટ્રકમાં ભરેલી કોલસી બળીને ખાખ થઇ ગઇ હતી. ઘટનાની જાણ ફાયરબ્રિગેડને કરવામાં આવતા ફાયરની ટીમ ઘટના સ્થળે પહોંચીને આગ ઉપર કાબુ મેળવવાની કામગીરી હાથધરી હતી.