અડવાણીએ નહીં લડવાનો નિર્ણય કર્યો ન હતો : રિપોર્ટ

773

ભાજપના ભીષ્મ પિતામહ ગણાતા એવા લાલકૃષ્ણ અડવાણીની ગાંધીનગર લોકસભા બેઠક પરથી ટિકિટ કાપીને ભાજપના વર્તમાન નેતાઓએ અડવાણીને બાણશૈય્યા પર સૂવડાવી દીધા હોવાની રાજકીય ચર્ચાએ ભારે જોર પકડયું છે, જેને લઇને ગુજરાતનું રાજકારણ ફરી એકવાર ચર્ચામાં છે. પીએમ મોદીના રાજકીય ગુરુ અને ભાજપના દિગ્ગજ નેતા અડવાણી છ વાર ગાંધીનગર લોકસભા સીટ પરથી ચૂંટણી લડ્‌યા હતા. માત્ર એટલું જ નહીં, ગાંધીનગરના સાંસદ બન્યા બાદ નાયબ વડાપ્રધાન અને ગૃહમંત્રી રહી ચૂકેલા અડવાણીને સાતમી વાર ટિકિટ ન આપી મોદી-શાહે પુરવાર કર્યું છે કે, હવે ભાજપમાં વૃદ્ધોને સ્થાન નથી. કેમ કે ગાંધીનગર લોકસભા બેઠક પરથી ચૂંટણી ન લડવા અંગે અડવાણીએ કોઈ નિર્ણય કર્યો નહોતો. તે જોતા આ વખતે પણ લોકસભા લડવાની અડવાણીની ઈચ્છા હોવા છતાં ભાજપે તેમને ટિકિટ નહી આપી બહુ સિફતતાપૂર્વક પત્તુ કાપી નાંખ્યું હોવાની રાજકીય ચર્ચા પણ જોરશોરથી ચાલી રહી છે.   અડવાણીને ટિકિટ નહીં મળતા હવે તેમની રાજકીય કેરિયર પૂર્ણાહૂતિના આરે પહોંચી ગઈ હોવાની ચર્ચા છેડાઈ ગઈ છે.

Previous articleશાહ ૨૮મીએ ગુજરાતના પ્રવાસે : ભાજપમાં ઉત્સાહ
Next articleગાંધીનગર બેઠક પરથી અમીત શાહ ચૂંટણી લડશે