આગામી ઉનાળા વેકેશનને ધ્યાને લઇને પશ્ચિમ રેલવે દ્વારા અમદાવાદ-ચેન્નાઇ વચ્ચે સાપ્તાહિક વિશેષ ટ્રેન વાયા વસઇ થઇને દોડાવવાનો નિર્ણય લેવાયો છે.
૦૬૦૫૨ નંબરની ટ્રેન અમદાવાદથી સોમવારે ૦૯ઃ૪૦ ઉપડશે. જે મંગળવારે ૧૭ઃ૧૦ કલાકે ચેન્નાઇ સેન્ટ્રલ પહોંચશે. આ ટ્રેન તા.૮ એપ્રિલથી ૧ જુલાઇ સુધી દોડાવાશે.
પરતમાં ૦૬૦૫૧ નંબરની ટ્રેન દર શનિવારે ચેન્નાઇ સેન્ટ્રલથી ૨૦ઃ૧૦ કલાકે ઉપડશે. જે સોમવારે સવારે ૫ઃ૪૫ કલાકે અમદાવાદ પહોંચશે. આ ટ્રેન ૬ એપ્રિલથી ૨૯ જુન સુધી દોડાવાશે