લોકસભાની ૨૬ બેઠકો માટે આજે કોંગ્રેસના વધુ ૬ બેઠકના ઉમેદવાર જાહેર થવાની શક્યતા છે. કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા મુજબ, ૨૮ માર્ચ સુધીમાં કોંગ્રેસ તમામ ૨૬ બેઠકોના નામની જાહેરાત કરી દેશે. આજે જાહેર થનારા ૬ ઉમેદવારોમાં બી.કે. ખાંટ(પંચમહાલ), નરેશ મહેશ્વરી(કચ્છ),સીજે ચાવડા (ગાંધીનગર), ધર્મેશ પટેલ (નવસારી), તુષાર ચૌધરી (બારડોલી), જગદીશ ઠાકોર (પાટણ) ના નામ સામેલ છે.
ઉમેદવાર પસંદગીને લઈ કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ જણાવ્યું કે, રાહુલ ગાંધીના નેતૃત્વમાં કોંગ્રેસ ચૂંટણી સમિતિની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં ૬ જેટલી સીટોને મંજૂરી આપી દેવામાં આવી છે. ત્યારબાદ અગામી ત્રણેક દિવસમાં ફરી સીઈસી(કોંગ્રેસ ઈલેક્શન કમિટી) ની બેઠક મળશે અને બાકીની બેઠકોના નામ જાહેર કરાશે.
આ પહેલા કોંગ્રેસે ચાર ઉમેદવારો જાહેર કર્યા હતાં. જેમાં રાજુ પરમાર (અમદાવાદ, પશ્ચિ) ભરતસિંહ સોલંકી (આણંદ) પ્રશાંત પટેલ (વડોદરા), રણજીત રાઠવા (છોટાઉદેપુર)નો સમાવેશ થાય છે.