બિહાર મહાગઠબંધનનો નિર્ણયઃ ઇત્નડ્ઢ ૨૦, કોંગ્રેસ ૯ બેઠકો પર ચૂંટણી લડશે

478

લોકસભાની ચૂંટણીએને લઈને બિહાર મહાગઠબંધનમાં બેઠકોની ફાળવણી થઈ ગઈ છે. બિહારમાં રાષ્ટ્રીય જનતા દળ (આરજેડી) ૨૦ બેઠકો પરથી ચૂંટણી લડશે, તો કોંગ્રેસને ૯ બેઠકો ફાળવવામાં આવી છે. રાષ્ટ્રીય જનતા દળના પ્રવક્તા મનોજ ઝાએ જણાવ્યું હતું કે, પ્રેસ કોન્ફરન્સ પહેલા એક બેઠક થઈ હતી. આ બેઠકમાં તેજસ્વી યાદવ, શરદ યાદવ, જીતન રામ માંઝી સહિતના અનેક નેતાઓ શામેલ હતાં.

મહાગઠબંધનમાં બિહારનીએ ૪૦ લોકસભા બેઠકોમાં આરજેડીને ૨૦ તો છેલ્લે સુધી ૧૧ બેઠકોની માંગણી પર અડેલી કોંગ્રેસ ૯ બેઠકો લઈને માની ગઈ છે. આ ઉપરાંત ઉપેન્દ્ર કુશવાહાની પાર્ટી ઇન્જીઁને ૫, જતીનરામ માંઝીની પાર્ટી ‘હમ’ને ૩ અને સન ઓફ મલ્લાહ મુકેશ સહનીની વીઆઈપીએને ૩ બેઠકો ફાળવવામાં આવી છે.

ગયા બેઠક પરથી હિંદુસ્તાન અવામ મોર્ચાના જીતન રામ માંઝીને ચૂંટણી મેદાનમાં ઉતારવામાં આવ્યાં છે. જ્યારે નવાદામાં આરજેડી તરફથી વિભા દેવીને ઉમેદવાર તરીકે ઉતારવામાં આવ્યા છે. જમુઈ લોકસભા બેઠક પરથી આરએલએસપીના ભૂદેવ ચૌધરીને ઉમેદવાર જાહેર કરવામાં આવ્યા છે. તો ઔરંગાબાદથી હિંદુસ્તાન અવામ મોરચાના ઉમેદવાર ઉપ્રેન્દ્ર પ્રસાદને ટિકીટ આપવામાં આવી છે.

સીપીઆઈ માલેને રાજદના કોટામાંથી એક બેઠક ફાળવવામાં આવી છે. બેઠકોની ફાળવણી અગાઉ રાજદના નેતા મનોજ ઝાએ કહ્યું હતું કે, અમે બંધારણ માટે લડી રહ્યાં છીએ. આ દેશના અંતિમ વ્યક્તિ માટે લડી રહ્યાં છીએ. માટે અમે સૌએ પોતપોતાની બેઠકો ઘટાડવાનો નિર્ણય કર્યો છે. આ ઉપરાંત્ત મહાગઠબંધનમાં સીપીઆઈ એમએલને પણ શામેલ કરવામાં આવ્યું છે અને અમે પહેલીવાર તેમણે એક સીટ આપી છે.

વિધાનસભા પેટાચૂંટણીના આ ઉમેદવારો

બિહારની ૨ વિધાનસભા બેઠકો પર યોજાનારી પેટાચૂંટણીને ધ્યાનમાં રાખીને પણ ઉમેદવારોની જાહેરાત કરવામાં આવશે. અહીં નવાદાથી હિંદુસ્તાન અવામ મોર્ચાના ધીરેન્દ્ર કુમાર સિંહ અને ડેહરીથી આરજેડીના ઉમેરવાર મોહમ્મદ ફિરોઝ હુસૈન ચૂંટણી મેદાનમાં ઝંપલાવશે.

Previous articleગુજરાત કોંગ્રેસમાંથી જગદીશ ઠાકોર-સીજે ચાવડા સહિત ૬ નામ લગભગ નક્કી
Next articleગૌત્તમ ગંભીર અંતે ભાજપમાં  સામેલ : દિલ્હીથી લડી શકે છે