જમ્મુ કાશ્મીરના અલગાવવાદી નેતાઓ પર ભારતીય તપાસ એજન્સીઓએ સિકંજો કસ્યો છે. ઈડ્ઢએ ઘાટીના અલગાવવાદી નેતા સૈયદ અલી શાહ ગિલાની વિરુદ્ધ ફોરેન એક્સચેન્જ મેનેજમેન્ટ એક્ટ(હ્લઈસ્છ) હેઠળ ૧૪.૪૦ લાખ રૂપિયાનો દંડ લગાવ્યો છે. તપાસ એજન્સીએ ૮૭ વર્ષીય અલગાવવાદી નેતાને ફેમાની અલગ-અલગ જોગવાઇઓ હેઠળ નોટિસ મોકલી હતી. તેટલું જ નહી ઈડ્ઢએ ત્નદ્ભન્હ્લના પૂર્વ ચેરમેન યાસિન મલિક પાસેથી મળેલી અવૈધ વિદેશી મુદ્રાને જપ્ત કરીને સાથે જ તેને દંડ ફટકાર્યો અને મલિક વિરુદ્ધ કાયદાકિય કાર્યવાહી શરૂ છે. નોંધનીય છે કે, દ્ગૈંછ અને અન્ય એજન્સીઓ ઘાટીમાં ટેરર ફંડિંગની તપાસ કરી રહી છે.
સુરક્ષા એજન્સીઓએ આ દરમિયાન અલગાવવાદી નેતાઓની પુછપરછ કરી છે.