કોંગ્રેસે શુક્રવારે કર્ણાટકના પૂર્વ મુખ્યમંત્રી બીએસ યેદિયુરપ્પાની એક કથિત ડાયરીનો ઉલ્લેખ કરીને બીજેપી સામે સવાલ ઉભા કર્યા છે. રણદીપ સુરજેવાલાએ કહ્યું છે કે, યેદિયુરપ્પાની એક ડાયરી મળી છે. તેમાં તેમના હસ્તાક્ષર પણ છે. આ યાદીમાં યેદિયુરપ્પા સીએમ હતા ત્યારે તેમણે ભાજપ નેતાઓને રૂપિયા ૧૮૦૦ કરોડની લાંચ આપી હોવાનો ઉલ્લેખ કર્યો છે.આ ડાયરીમાં રાજનાથ સિંહ અને અરુણ જેટલીનું નામ પણ છે. સુરજેવાલે કહ્યું કે, અમારો હેતુ કિચડ ઉછાળવાનો નથી. અમારો સવાલ એ છે કે, વડાપ્રધાન મોદી અને ભાજપ તેની તપાસ કરે? કે આ વાત સાચી છે કે ખોટી? વડાપ્રધાન સામે આવે અને અમને જણાવે કે ભાજપના મોટા નેતાઓએ રૂ. ૧૮૦૦ કરોડની લાંચ લીધી હતી. સુરજેવાલાએ કહ્યું કે, ૨૦૧૭માં અનંત કુમાર અને યેદિયુરપ્પાની વાતચીતનું રેકોર્ડિંગ મીડિયા સામે આવ્યું હતું. તેમાં હજારો કરોડોના પેમેન્ટની વાત થઈ હતી. તેમાં એક ડાયરીનો પણ ઉલ્લેખ થયો હતો. આ ડાયરીમાં બીએસ યેદિયુરપ્પાના હસ્તાક્ષર પણ છે. યેદિયુરપ્પા કર્ણાટકના સીએમ હતા ત્યારે તેમણે ભાજપના અમુક મોટા નેતાઓને રૂ. ૧૮૦૦ કરોડની લાંચ આપી હતી.
તેમણે કહ્યું કે, આ ડાયરીમાં રાજનાથ સિંહ અને અરુણ જેટલીના નામ પણ નોંધાયેલા છે. આ ડાયરી હાલ ઈન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટ પાસે પણ છે. હવે વડાપ્રધાન મોદી અને ભાજપ તેની તપાસ કેમ નથી કરાવતા? આ સાચી વાત છે કે ખોટી? આ માત્ર કર્ણાટકની વાત નથી.