વલભીપુરની માનસ કુમાર શાળામાં ધોરણ ૬ થી ૮ના બાળકો દ્વારા વિવિધ પ્રકારના ચકલીના માળા બનાવવામાં આવ્યા અને શાળા સંકુલમાં તેમજ શાળાના મેદાનમાં આવેલા વૃક્ષો પર ચકલી માટે માળા લગાવવામાં આવ્યા હતાં. આમ, ચકલીને બચાવવા તેમજ પર્યાવરણને બચાવવા માટે ખાસ ઝુબેશનું આયોજન કરવામાં આવ્યું હતું.