ઉમરાળા પોલીસે જુગાર રમતા પાંચ શખ્સોને રોકડ સાથે ઝડપ્યા

477

ઉમરાળા પોલીસ સ્ટેશનના પો.સબ ઈન્સ. એચ.આર. પઢીયાર તથા સ્ટાફના એચ.વી.ગોસ્વામી બી.એચ. વેગડ, હરિચંદ્રસિંહ ગોહિલ, જગતસિંહ ગોહિલ, જયપાલસિંહ ગોહિલ તથા યુવરાજસિંહ ગોહિલ પો.સ્ટે. વિસ્તારમાં હોળી ધુળેટી અંગે પેટ્રોલીંગ બંદોબસ્તમાં હતાં દરમ્યાન પો. સબ. ઈન્સ. એચ.આર. પઢીયાર બાતમી રાહે હક્કિત મળેલ કે વાગધ્રા ચોગઠ ગામે ડંગર પ્લોટ વીસ્તારમાં અમુક ઈસમો જાહેરમાં પૈસા પાના વતી હાર જીતનો જુગાર રમે છે તે બાતમી આધારે પંચો સાથે રેઈડ કરતાં પાંચ ઈસમો જુગાર રમતા મળી આવતા વિજયભાઈ છગનભાઈ ડાભી (ઉ.વ.૩પ), હરેશભાઈ કરશનભાઈ મકવાણા (ઉ.વ.ર૦), કરમશીભાઈ દાનાભાઈ મકવાણા (ઉ.વ.પ૦), લાલુભાઈ બાબુભાઈ કામ્બડ (ઉ.વ.ર૮), સુરેશભાઈ કરમશીભાઈ સોલંકી (ઉ.વ.રપ) રહે. તમામ ચોગઠ ગામ તા. ઉમરાળા પૈસા પાના વતી જાહેરમાં જુગાર રમતા મળી આવતા રોકડ રૂા. ૧૦૬૭૦/-ના મુદ્દામાલ સાથે પકડાય જતા તમામ વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી કરી ધોરણસર તપાસ હાથ ધરેલ છે.

Previous articleવલભીપુર શાળામાં ચકલી દિન ઉજવાયો
Next articleઢસા પોલીસ અને લશ્કરી ટુકડી દ્વારા વિવિધ વિસ્તારોમાં ફ્લેગ માર્ચ કરાઈ