વે.રે.મં. સંઘ દ્વારા કર્મચારીઓના પડતર પ્રશ્ને આંદોલનની શરૂઆત

1070
bvn312018-3.jpg

ભાવનગર વેસ્ટર્ન રેલ્વે મઝદુર સંઘ દ્વારા રેલ કર્મચારીઓના પડતર પ્રશ્નોને લઈ આંદોલનની શરૂઆત કરી છે. પ્રશ્નોનું તુરંત નિરાકરણ નહીં આવે તો આમરણાંત ઉપવાસ પર બેસવાની ચિમકી આપી છે.
વેસ્ટર્ન રેલ્વે મઝદુર સંઘ દ્વારા રેલ કર્મચારીના વિવિધ પડતર પ્રશ્નો જેવા કે રેલ કર્મચારીઓ પ્રત્યે મનસ્વી વલણ અપનાવી ખોટી બદલીઓ કરાવી, સંઘના ઓફિસ બેરર પ્રત્યે અમુક અધિકારીઓ દ્વારા પૂર્વાગ્રહભર્યુ વર્તન કરાય છે પુરતો વર્કલોડ હોવા છતાં ઈલેક્ટ્રીક ફીડર-૧ની પોસ્ટ અમરેલી ખાતે ખસેડાય છે. કોચનું મેઈન્ટેનન્સ માટે સેફ્ટી મટીરીયલ્સ પુરતુ ન મળવું, ગેંગમેનોને ૧ર કલાક નોકરી કરવી, ઓવર ટાઉનનો પગાર ન આપવો જેવા અનેક પ્રશ્નોને લઈ આંદોલનની શરૂઆત કરી છે અને તુરંત નિરાકરણ નહીં આવે તો આમરણાંત ઉપવાસ પર બેસવાની ચિમકી આપી છે.

Previous articleમોરારિબાપુ દ્વારા સેંજળધામ ખાતે ધ્યાન સ્વામી બાપા એવોર્ડ અપાશે
Next articleઅંબાજી માતાનો પ્રાગટ્યોત્સવ