સિહોર વોર્ડ નં ૫ માં દર વર્ષની માફક આ વર્ષે પણ હોલિકા દહન કાર્યક્રમ બજરંગદાસ બાપાની મઢુંલી ખાતે યોજવામાં આવ્યો હતો ત્યારે આજુબાજુની દસ જેટલી સોસાયટીના રહીશો વિશાળ સંખ્યામાં ઉપસ્થિત રહ્યાં હતાં ત્યારે આ વર્ષે ખાસ વોર્ડ નં ૫ માં સ્થાનિક ઉમેદવાર ની માંગ ઘણા સમયથી હતી જે પુરી થતા આ વર્ષે સ્થાનિક કોર્પોરેટર કે જેઓ આ દસ સોસાયટી ની વચ્ચેજ રહેછે અને દરેક ના કોઇપણ કાર્યોમાં અગ્રેસર એવા રેણુકાબેન નિલેશભાઈ જાની પણ ધુળેટીના પર્વ નિમિત્તે સોસાયટીના મહિલા સભ્યો તથા બાળકો ,નાની નાની વ્હાલી દીકરીઓ સાથે કલરફુલ ધૂળેટી રમ્યા હતા આમ તો દર વર્ષે આવું સમૂહમાં ધૂળેટી રમવાનું આયોજન તો કરવામાં આવેજ છે પરંતુ આ વર્ષે સોસાયટીનાજ પ્રતિનિધિ સાથે કલર પર્વ રમવાનો કલર કઈક અલગજ હોઇ તેમ મન મુકીને સંગીતના સુરો સાથે આ પર્વની ઉજવણી કરવામાં આવી હતી.