અમદાવાદ જીલ્લાના જિલ્લા વિકાસ અધિકારી મહેશબાબુ, જિલ્લા આરોગ્ય અધિકારી ડો. શિલ્પા યાદવ, રોગચાળા નિય્ત્રણ અધિકારી ડો. ચિંતન દેસાઈના માર્ગદર્શન હેઠળ ધંધુકા તાલુકા હેલ્થ ઓફિસર ડો. દિનેશ પટેલના સંકલનમાં આરોગ્ય વિભાગ દ્વારા ભડિયાદ ઉર્ષ (મેળા)માં આવતા લાખો લોકોને આરોગ્ય વિશેષયક તકલીફ ન પડે તે હેતુસર ઉર્ષ દરમિયાન તાુકામાંર ાઉન્ડ ધ કલોકલ આરોગ્યની સેવા આપવામાં આવેલ વધુમાં તાલુકા હેલ્થ ઓફિસર ડો. દિનશ પટેલ જણાવ્યું હતું કે દર વર્ષની જેમ આ વર્ષે પણ ભડિયાદ ખાતે દાદા બુખારીના ઉર્ષની ઉજવણી કરવામાં આવેલ. આ ઉર્ષમાં લાખો લોકો પગપાળા દાદાના દર્શન કરવા આવતા હોય તેમને કોઈ તકલીફ ના પડે તેના માટે ફેદરા ગાંફ, પીપવી, ધોલેરા રાઉન્ડ ધ કલોક તબીબી સારવાર મળી રહે તેવી વ્યવસ્થા ગોઠવવામાં આવેલ. ભડિયાદ ખાતેના પ્રા.આ.કેન્દ્રને બેસ હોસ્પિટલ બનાવી ત્યાં ઉર્ષ દરમિયાન લોકોને ત્યાં જ સારવાર આપવામાં આવેલ. ઈમરજન્સી સારવાર માટે રા.ન્ડ ધ કલોકલ અમ્બ્યુલન્સની સેવા પણ આપવામાં આવેલ. ધંધુકામાં સર મુબારક આરોગ્ય કેમ્પ .ર્ષ દરમિયાન રાખવામાં આવેલ. તેમજ ધંધુકા સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે પણ આરોગ્ય સેવાઓ સતત આપવામાં આવેલ. વધુમાં ભડિયાદ મેડીકલ ઓફિસર ડો. રાકેશ ભાવસાર અને ડો. સિરાજ દેસાઈએ જણાવ્યું હતું કે ઉર્ષમાં આવતા લોકોને શુધ્ધ પાણી મળી રહે તે હેતુસર આરોગ્યની અલગ-અલગ ઊટીમ બનાવી મેળામાં સતત પાણીના કલોરીનેશનની તપાસ કરવામાં આવેલ અને શુધ્ધ કલોરીનેશન યુક્ત જ પાણી મેળામાં મળી રહે તેવું આયોજન કરવામાં આવેલા. આમ આરોગ્ય વિભાગ દ્વારા આરોગ્ય વિભાગ દ્વારા રાઉન્ડ ધ લોકલ સુવિધા આપવામાં આવેલ.