જાફરાબાદના ધોળાદ્રીમાં પ્રેમ અને લગ્ન મામલે દિકરીના બાપની હત્યા

1042

જાફરાબાદના ધોળાદ્રી ગામમાં પ્રેમ પ્રકરણ બાદ થયેલ લગ્નમાં આજે દિકરીના બાપની હત્યા થવા પામી હતી. પોલીસે ૩ શખ્સો સામે ગુનો દાખલ કરી તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.

જાણવા મળતી વિગત મુજબ જાફરાબાદના ધોળાદ્રીમાં રહેતા મધાભાઈ કાળાભાઈ ડોળાસીયા જાતે કોળીની દીકરી થોડા સમય પહેલા પ્રેમલગ્ન કરી ભાગી ગયેલ જેમાં જગદીશ માલા બારૈયાની મદદગારી હતી. આ બાબતની માથાકુટ છેલ્લા ઘણા સમયથી ચાલતી હતી.

આજરોજ જગદીશ માલા બારૈયા તેના ભાઈ મનસુખ માલ બારૈયા અને તેના બાપ માલા પુના બારૈયાએ એકસંપ કરી લાકડી વડે હુમલો કરી મારમારી મધાભાઈની હત્યા નિપજાવી હતી. ઘટનાની જાણ થતા પીએસઆઈ એસ.આર. મેઘાણી સહિતની સ્ટાફ ઘટના સ્થળે પહોંચી આરોપીઓને પકડવા ચક્રો ગતિમાન કર્યા હતાં. અત્રે નોંધનીય છે કે રાજુલાના ખેરા ગામમાં ગઈકાલે પ્રેમપ્રકરણમાં પ્રેમી પંખીડાઓએ આપઘાત કર્યા બાદ આજે આ ઘટના બનતા ધુળેટીના તહેવારો રક્તરંજિત બન્યા હતાં.

Previous articleજાફરાબાદમાં ઉત્સાહભેર ધૂળેટી પર્વની ઉજવણી
Next articleરાજુલા જાફરાબાદમાં પાક વિમો મંજુર થતા ખેડુતોમાં દિવાળી જેવો માહોલ