જારફાબાદના બાબરકોટ દરિયાઈ ખાડીના થતા કામથી માછીમાર ઉદ્યોગ કરતા હજારો કુટઠુંબોની રોજી રોટી છીનવાઈ જશે તંત્ર દ્વારા તપાસની માંગ કવોરીલીજમાંથી નખાતા મહાકાય પથ્થરો – મેગ્નુશના વૃક્ષોનું નિકંદન ગ્રામજનોમાં ભારે ભુકતો રોષ. જાફરાબાદ તાલુકાના બાબરકોટની ખાડીમાં થતું જેટીના કામમાં ગ્રામજનોના હિતમાં યોગ્ય કાર્યવાહી કરવા માંગણી ઉઠવા પામી છે. ગરીબ પરિવારોના હિતમાં લોક સુનાવણી કરો કામબંધ નહીં થાય તો આંદોલનની ચિમકી આપી હતી.
જાણવા મળતી વિગત જાફરાબાદ તાલુકાના બાબરકોટની ખાડીમાં થતી જેટીમાં ગ્રામજનોને રોજગારી આપવા માંગ ઉઠી છે આ થઈ રહેલા જેટીન કામમાં અહીં વસતા હજારો મત્સ્યઉદ્યોગ સાથે જોડાયેલ કુટુંબોની રોજગારી છીનવાઈ જાય તેમ છે. આ લોકોનો એક માત્ર આ વ્ય્વસાય છે. આ કુટુંબોને ન્યાય મળે તે માટે લોકસુનાવણી કરી તેના હિતમાં યોગ્ય નિર્ણય થાય તેવી માંગણી ગ્રામજનોમાંથી ઉઠવા પામી છે.
અત્રે નોંધનીય બાબત છે કે તંત્રની મંજુરી વગર અહીં કવોરી લીઝમાંથી પથ્થર નાખી આ જેટી બનાવવામાં આવી રહી છે. અહીં મેંગ્નુસ સહિત અન્ય વૃક્ષો હોય ત્યારે વન વિભાગ તેમજ સંબંધિત તંત્ર આ વિસ્તારના હિતમાં યોગ્ય નિર્ણય કરી પગલા ભરે તેવી માંગણી ઉઠી છે.