ભારતીય વિચારધારા વસુધૈવ્ કટુમ્બકમના મુલ્યને અને આદર્શને વરેલી છે. એક વ્યક્તિની ચેતના અને સંવેદનાનો જયારે પુર્ણપણે વિસ્તાર થાય છે. ત્યારે તેના માટે માનવીએ ઉભી કરેલી. સરહદોનું કોઈ સ્થાન નથી. રહેતું સમગ્ર વસુધા તેના માટે એક બને છે. આ પરિપ્રેક્ષ્યમાં જોઈએ તો વિશ્વના કોઈપણ સ્થળે જયારે જયારે કોઈ માનવસર્જિત કે પ્રકૃતિગત આપદાઓ આવી છે. ત્યારે જયાં સુધી સંભવ હોય ત્યાં સુધી મોરારીબાપુએ આર્થિક યોગદાન દ્વારા એમનો માનવધર્મ અને સમાજધર્મ નિભાવ્યો છે. ગત થોડા દિવસો પુર્વે આફ્રીકાના મોઝામ્બિક, મલાવી અને ઝીમ્બાબ્વે ખાતે વિનાશકારી વાવાઝોડાં અને ભીષણ પુર આવ્યા હતાં. જેમાં ત્રણે દેશોના મળીને લગભગ ૧૦૦૦ લોકોને પોતાનો જીવન ગુમાવ્યો છે. આપદાની આ સ્થિતિમાં હંમેશની જેમ હનુમાનજીની સાંત્વના સ્વરૂપે ચિત્રકુટધામ તરફથી મોરારિબાપુએ રૂપિયા પ૧ લાખની સહાયતા રાશી પહોંચાડવાનું નક્કી કર્યું છે. રામકથાના શ્રોતાઓ દ્વારા ભારતમાંથી રૂપિયા ર૬ લાખ તેમજ લંડનના રમેશભાઈ સચદેવ દ્વારા રૂપિયા રપ લાખ એમ કુલ રૂપિયા પ૧ લાખ આ ત્રણે દેશોમાં મોકલવામાં આવશે. આ કાર્ય યોગ્ય રીતે સંપન્ન થાય તે માટે લંડનની પાર્લામેન્ટના સભ્ય અને મંત્રી લોર્ડ ડોલરભાઈ પોપટ આ રકમની વહેચણી અંગે વ્યક્તિગતરૂપે ધ્યાન આપી. જે તે દેશનો પ્રવાસ કરી રાશિ પહોંચાડશે. અત્રે એ ઉલ્લેખનીય છે કે તાજેતરમાં જ ન્યુઝીલેન્ડના ક્રાઈસ્ટચર્ચ ખાતેના હુમલામાં માર્યા ગયેલા લોકોને પણ રૂપિયા બે લાખ પીસ્તાલીસ હજારની સહાય મોરારિબાપુ દ્વારા મોકલવામાં આવી છે.