સરકારની નીતિ-રીતિથી નારાજ તબીબો દ્વારા બ્લેક-ડે મનાવાયો

736
bvn312018-6.jpg

ગુજરાત સ્ટેટ આઈએમએ બ્રાન્ચ દ્વારા કેન્દ્ર સરકારે આઈએમએનું વિસર્જન કરી તેના બદલે એનએમસી બીલ અમલી બનાવવાની હિમાયત કરતા આઈએમએની ગુજરાત બ્રાંચ દ્વારા નવા બીલનો વિરોધ કરી ર જાન્યુ.ને બ્લેક-ડે તરીકે મનાવવાની જાહેરાત કરી હતી. જેમાં રાજ્યભરના સરકારી તબીબો સાથે ભાવનગરના ડોક્ટરો પણ જોડાયા હતા.
આજના બ્લેક-ડે અન્વયે ભાવનગરમાંથી પ૦૦થી વધુ તબીબો જોડાયા હતા. આપાતકાલીન સેવાઓને બાદ કરતા અન્ય સેવાઓ બંધ કરી સવારે ૧૦ કલાકે શહેર-જિલ્લાના તમામ ડોક્ટરો આઈએમએ હોલ ખાતે એકઠા થયા હતા અને વિરોધ પ્રદર્શન કર્યુ. સાથોસાથ એવી ચિમકી પણ ઉચ્ચારી હતી કે કેન્દ્ર સરકાર માંગ નહીં સ્વીકારે તો ઉગ્ર લડતના દેશવ્યાપી મંડાણ થશે જેની જવાબદારી સરકારની રહેશે.

Previous articleસિહોર ખાતે દુકાનમાંથી રોકડ અને ઘર પાસે પાર્ક કરેલ બાઈકની ચોરી
Next articleસનેસ પાસે વિચિત્ર અકસ્માતમાં પદયાત્રી યુવાનનું મોત : બે ગંભીર