ફાસ્ટ બોલર લસિથ મલિંગા ટી૨૦ વિશ્વકપ બાદ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી લેશે સંન્યાસ

885

સેન્ચુરિયનઃ શ્રીલંકાના સીમિત ઓવર ટીમના કેપ્ટન લસિથ મલિંગાએ ખુલાસો કર્યો કે, તે આગામી વર્ષે ઓસ્ટ્રેલિયામાં યોજાનારા ટી૨૦ વિશ્વકપ બાદ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃતી લેશે. મલિંગાએ કહ્યું કે, તે ઈંગ્લેન્ડ અને વેલ્સમાં યોજાનારા આગામી વિશ્વકપ બાદ વનડે ક્રિકેટને અલવિદા કહી દેશે. પછી તે ઓક્ટોબર-નવેમ્બર ૨૦૨૦માં રમાનારા ટી૨૦ વૈશ્વિક ટૂર્નામેન્ટ બાદ પોતાના કરિયરનું સમાપન કરશે.

આ ૩૫ વર્ષીય ખેલાડીએ બીજી ટી૨૦ આંતરરાષ્ટ્રીય મેચમાં પોતાની ટીમનો સાઉથ આફ્રિકા સામે થયેલા પરાજય બાદ કહ્યું, વિશ્વકપ બાદ મારૂ ક્રિકેટ કરિયર સમાપ્ત થઈ જશે. હું ટી૨૦ વિશ્વકપ રમવા ઈચ્છું છું અને ત્યારબાદ મારા કરિયરનું સમાપન કરી દઈશ.

મલિંગાએ અત્યાર સુધી ૨૧૮ આંતરરાષ્ટ્રીય મેચ રમી છે, જેમાં ૩૨૨ વિકેટ ઝડપી છે. આ સિવાય ૩૦ ટેસ્ટમાં તેના નામે ૧૦૧ વિકેટ નોંધાયેલી છે.

Previous articleકેપ્ટન કોહલીના ગુસ્સાથી ડર લાગે છે : રિષભ પંત
Next articleIPL 2019: મુંબઈ ઈન્ડિયન્સને લાગ્યો બીજો ઝટકો, મિલ્ને થયો બહાર