દહેગામ પોલીસે કેરોસીનની હેરફેર કરતાં બે ઈસમોને બાતમીના આધારે ઝડપી લીધા હતા અને પુરવઠા તંત્ર ઉંઘતુ ઝડપાઈ ગયું હતું. ત્યારે કુલ ર૪પ લીટર જેટલું બિલ વગરના કેરોસીનના જથ્થાને ઝડપી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી.
દહેગામ પોલીસના વી.એસ.સોલંકી અને કો.ખોડાજી પેટ્રોલીંગમાં હતા ત્યારે બાતમી મળી હતી કે ઝાંક ગામ ખાતેથી કરિયાણાની દુકાનમાં ગેર-કાયદેસર કેરોસીનનો જથ્થો છે. આ બાતમીના આધારે ઝાંક ગામમાં જય જોગણી નામની કરિયાણાની દુકાનમાં તપાસ કરતાં દુકાનમાંથી ૩પ લીટરના સાત કેરબામાં કુલ ર૪૫ લીટર જેટલું કેરોસીન મળી આવ્યું હતું.
જેની બજાર કિંમત અંદાજિત ૧૨૨૫૦ આંકવામાં આવી હતી. પોલીસ દ્વારા આ જથ્થાનું બિલ કે પરમીટ ન હોવાથી આ જથ્થો સીલ કરી કબ્જે લેવામાં આવ્યો હતો તથા દુકાનના માલિક ગોપાલભાઈ તારાચંદ ખટિક રહે.
રાયપુર તા.જી.ગાંધીનગર અને રાજસ્થાનના રાજુભાઈ વાલજીભાઈ પટેલ રહે.વહેલાલ અમદાવાદને પકડી પાડયા હતા. ત્યારે ઉંડાણપૂર્વક કેસની તપાસ કરવામાં આવે તો મોટા કાળા બજાર બહાર આવી શકે તેમ છે.