જીટીયુની વિવિધ કોર્ષની પરિક્ષાઓ બીજી મે થી શરૂ

582

જીટીયુ દ્વારા ડિપ્લોમા-ડિગ્રી અને પીજી સહિતના વિવિધ ટેકનિકલ કોર્સીસની ઉનાળુ સત્રની-સેમેસ્ટર પરીક્ષાઓનો કાર્યક્રમ જાહેર કરી દેવાયો છે.જે મુજબ  ૨મેથી લેખિત પરીક્ષાઓનો પ્રારંભ થશે.બે તક્કામાં પરીક્ષાઓ લેવાશે અને ૧૮ જુન સુધી પરીક્ષાઓ ચાલશે.જેમાં યુનિ.ના વિવિધ ટેકનિકલ કોર્સના અંદાજે ૪.૫ લાખથી વધુ વિદ્યાર્થી પરીક્ષા આપશે.

જીટીયુની સમર સેસ્ટર પરીક્ષાઓમાં મોટા ભાગ દર વર્ષે ૨૦  એપ્રિલ બાદ શરૃ કરી દેવાય છે પરંતુ આ વર્ષે લોકસભાની ચૂંટણીને લઈને પરીક્ષાઓ થોડી મોડી શરૃ થનાર છે.૨૩મી એપ્રિલે ગુજરાતમા મતદાન થનાર છે અને ટેકનિકલ કોલેજોના કર્મચારીઓને ચૂંટણી કામગીરી સોંપાતી હોવાથી પરીક્ષાઓ મોડી શરૃ કરાશે.

પરીક્ષાઓનો કાર્યક્રમ નક્કી કરવા માટે તાજેતરમાં જીટીયુની મીટિંગ મળી હતી અને જેમાં તમામ કોર્સની પ્રેક્ટિકલ  તેમજ થીયરીની પરીક્ષાઓનો કાર્યક્રમ નક્કી કરી દેવાયો છે.જે મુજબ ૮ એપ્રિલથી ફાર્મસીની  સેેમેસ્ટર ૪,૬,૭ અને ૮ની  પ્રેક્ટિકલ પરીક્ષાઓ શરૃ થશે જ્યારે ૨ મેથી થીયરીની પરીક્ષાઓ શરૃ થશે. જેમાં એમસીએની પરીક્ષાઓ લેવાશે. બે તબક્કામાં પરીક્ષાઓ લેવાશે અને પ્રથમ તબક્કામાં બી.ઈ તેમજ બી.ફાર્મની સેમેસ્ટર ૪,૬,૭,૮ની પરીક્ષાઓ ઉપરાંત એમ.ઈની સેમેસ્ટર ૧,૩ અને ૪ની  તથા એમસીએ સેમેસ્ટર ૫,૬ની અને એમબીએ સેમેસ્ટર ૧,૨,૩ અને ૪ની પરીક્ષાઓ લેવાશે આ ઉપરાંત એમબીએ-એમસીએ ઈન્ટિગ્રિટેડ કોર્સની તેમજ ડિપ્લોમા ઈજનેરીની વિવિધ સેમેસ્ટરની પરીક્ષાઓ પણ લેવાશે. જ્યારે બીજા તબક્કામાં ૩૦મેંથી બી.ઈની સેમેસ્ટર ૧,૨,૩ તથા ૫ની પરીક્ષાઓ શરૃ થશે,આ તબક્કામાં એમસીએ સેમેસ્ટર ૩ અને ૪ તથા એમ.ઈ સેમેસ્ટર ૨ તથા એમસીએ સેમેસ્ટર ૧-૨ની પરીક્ષાઓ લેવાશે.થીયરીની પરીક્ષાઓ ૪ જુન સુધી ચાલશે. ૧૦૦થી વધુ કેન્દ્રોમા લેવાનારી આ પરીક્ષાઓ ૪.૫ લાખથી વધુ વિદ્યાર્થીઓ આપશે.

Previous article૨૪૫ લીટર કેરોસીનના જથ્થા સાથે બે ઝડપાયા
Next articleસાબરકાંઠા પોલીસે લોકસભાની ચુંટણી ટાણે જ પેટચોળીને દુખાવો ઉભો કર્યો