શહેરમાં વૃક્ષોની સંખ્યા ખુબ ઝડપે ઘટી રહી છે. વર્ષો જુના ઝાડવાઓનું જતન કરવું અને નવા વૃક્ષો ઉછેરવા તો દુરની વાત પરંતુ લાંબા સમયથી સત્તાવાળ તંત્રના મન મસ્તીષ્ક પર વિકાસનું આંધળુ ભૂત સવાર થયું હોય તેમ વિકાસના નામે દેવદૂત સમા લીલાછમ્મ વૃક્ષોનું નિકંદન કાઢવામાં આવી રહ્યું છે. પર્યાવરણપ્રેમીઓ તથા વન તંત્રની નજર સમક્ષ વૃક્ષોનો બેફામપણે છેદન કરવામાં આવી રહ્યું છે. હાલ જ્વેલ્સ સર્કલથી ડેરી રોડ પર રોડ નવીનીકરણનું કાર્ય હાથ ધરવામાં આવી રહ્યું છે ત્યારે બીએમસી દ્વારા ઘેઘુર વડ વૃક્ષને જડમૂળમાંથી દુર કર્યો હતો.