સૌરાષ્ટ્ર કચ્છ સમસ્ત બ્રહ્મસમાજ મહિલાપાંખ શહેર-જિલ્લા ભાવનગર અને કાલભૈરવ આશ્રમ દ્વારા તા.૨૦ બુધવારને પુનમના દિવસે ભગવાન સત્યનારાયણ દેવની કથા યોજવામાં આવેલ. જેમાં યજમાન પદે ડા.સુમિલ મહેતા અને ક્રિષ્ના શુક્લ બેઠા હતા. ત્યારબાદ પુલવામાં શહિદ થયેલા બીએસએફના જવાનોને મહામૃત્યુંજયના શ્લોકો દ્વારા યજ્ઞમાં આહુતિ આપી શ્રદ્ધાંજલી પાઠવી અને ત્યારબાદ કાલભૈરવ આશ્રમ તરફથી ભોજન પ્રસાદ રાખવામાં આવેલ.
આ કાર્યક્રમને સફળ બનાવવા હરનાથબાપુ, ગ્રિષ્માબેન એચ. વ્યાસ, ડા.સુમિલ મહેતા, પારૂલબેન ત્રિવેદી, મંજુલાબેન દવે, ક્રિષ્નાબેન શુક્લ, વિલાસબેન પાઠકે યોગદાન આપેલ હતું.