ગુજરાત પુસ્તક પરબ થકી રાજ્યના વિવિધ જિલ્લાઓમાં રૂ.૧.૨૫ કરોડના ગુજરાતી પુસ્તકોનું વિતરણ કરનાર શિક્ષણવિદ ડા.પ્રતાપભાઇ પંડ્યા પ્રેરિત દ્વિતીય માતૃભાષા સંવર્ધન પારિતોષિક તળાજાના શિક્ષક ઉમાકાંત રાજ્યગુરૂને એનાયત થશે.
આપણી ભાષા મુર્ધન્ય કવિ-લેખક માધવ રામાનુંજ તથા ગુજરાત સાહિત્ય અકાદમીના પૂર્વ મહામંત્રી હર્ષદભાઇ ત્રિવેદીની પ્રેરક ઉપસ્થિતિમાં શિશુવિહાર પ્રાંગણમાં તા.૨૪ રવિવારે સવારે ૧૦-૩૦ કલાકે યોજાનાર સમારોહમાં ઉમાકાંતભાઇ રાજ્યગુરૂને ટ્રોફી રૂ.૧૧૦૦૦ તથા પુસ્તક સંપુટથી સન્માનિત કરવામાં આવશે.
આ પ્રસંગે માતૃભાષાના વ્યવસ્થાપનને નિયમિત કરવા માટે સતત પ્રવાસી રહી વ્યાખ્યાનો નિદર્શન આપતા રહી ૫થી વધુ પુસ્તકો આપનાર ઉમાકાંતભાઇના ભાષાના બંધારણ વિષયે નવા ત્રણ પુસ્તકોનું વિમોચન થશે.
માતૃભાષાને કલ્પવૃક્ષ ગણાવી બાળકના નીજી વિકાસમાં માતાના દૂધ પ્રકારે સર્વાંગીણ યોગદાન આપતા માતૃભાષા નવી પેઢી વચ્ચે જળવાય રહે તેમજ તેના રખેવાળી માટે પ્રયત્નશીલ નાગરિકોની ખેવના થાય તે હેતુસર ડા.પ્રતાપભાઇ પંડ્યાના પ્રયત્નશીલ સામેલ થવા આમ નાગરિકોને ઉપસ્થિત રહેવા જણાવાયું છે.