તખ્તેશ્વરટેકરીએથી પૂર્ણિમાએ લોકોએ સુપર મુનને નિહાળ્યો

589

લોક વિજ્ઞાન કેન્દ્ર, ભાવનગર અંતર્ગત કાર્યરત એસ્ટ્રોનોમી ક્લબ દ્વારા બાપુ ખગોળ મેળાના અનુસંધાને તા.૨૧ માર્ચ, ૨૦૧૯ ગુરુવારના રોજ સાંજે ૦૭ઃ૦૦ કલાક થી ૦૯ઃ૩૦ કલાક સુધી તખ્તશ્વેર મંદિર, ભાવનગર ખાતે ચંદ્ર દર્શન કાર્યક્રમનું આયોજન થયેલ. જેમાં ભાવનગર જીલ્લાનું બીજા ક્રમાંકે આવતું સૌથી મોટું ૧૨ ઇંચનું ટેલીસ્કોપ ‘સુભાષ ૧૨’ (ન્યુટોનિયન ટેલીસ્કોપ) દ્વારા ભાવનગરની ખગોળપ્રેમી જનતાએ સુપર મૂન જોવાનો લ્હાવો મેળવ્યો હતો.

આ કાર્યક્રમ દરમિયાન લોક વિજ્ઞાન કેન્દ્ર, ભાવનગરના કૉ-ઓર્ડીનેટ  હર્ષદ ભાઈ જોષીએ આજના વિશેષ દિવસનું ખગોળીય મહત્વ સમજાવતા વર્ષમાં બે વાર બનતી ઘટના વસંત સંપાત દિવસ કે જે દરમિયાન દિવસ અને રાત સરખા થવાનું કારણ એ સમયે પૃથ્વી, સૂર્ય અને ચંદ્રના સ્થાન તથા ટેલિસ્કોપની રચના વિશે વિશેષ માહિતી આપી હતી. આ કાર્યક્રમમાં ૧૦૦૦ થી વધુ ભાવેણાવાસીઓએ ખુબજ ઉત્સાહ સાથે સૌથી મોટા ટેલીસ્કોપ દ્વારા ફાગપૂર્ણિમાએ ચંદ્રદર્શન કર્યું હતું.તથા બ્રહ્માંડ વિશેની માહિતી મેળવી હતી.

Previous articleચૂંટણીને લઇને બોટાદ જિલ્લા પોલીસ એલર્ટ : ઢસામાં ચેકીંગ કામગીરી શરૂ
Next articleબરવાળાના વૈયા ગામના આરોપીની પાસા હેઠળ પોલીસ દ્વારા અટકાયત