બરવાળાના વૈયા ગામના આરોપીની પાસા હેઠળ પોલીસ દ્વારા અટકાયત

777

અશોકકુમાર યાદવે દારૂના ગુન્હાઓમાં સંડોવાયેલ ઇસમો વિરૂધ્ધ પાસા દરખાસ્ત મુકવા સુચના કરેલ જે અન્વયે બોટાદ જિલ્લા પોલીસ અધિક્ષક હર્ષદ મહેતા દ્વારા બોટાદ જીલ્લામાં દારૂના ગુન્હાઓમાં સંડોવાયેલ ઇસમોની યાદી તૈયાર કરી તેઓ વિરૂધ્ધ પાસા દરખાસ્ત મુકવા સુચના કરેલ જે અનુસંધાને ગઇ તારીખ ૦૬/૦૨/૨૦૧૯ ના રોજ  સહદેવસિંહ ગંભીરસિંહ રાઠોડ રહે.વૈયા તા.બરવાળા વાળાને અલગ અલગ બ્રાંડના ભારતીય બનાવટના વિદેશી દારૂ કુલ રૂપીયા ૨,૭૬,૧૦૦/- ના મુદામાલ સાથે પકડી બરવાળા પોલીસ સ્ટેશનમાં પ્રોહી ગુન્હો દાખલ થયેલ હોય જે આરોપી જામીન ઉપર મુક્ત થતા આ આરોપી વિરૂધ્ધ આર.કે.પ્રજાપતિ(પી.એસ.આઇ.બરવાળા) દ્રારા પાસા દરખાસ્ત તૈયાર કરી મોકલી આપતા બોટાદ જીલ્લા મેજીસ્ટ્રેટ સુજિતકુમાર દ્વારા પાસા અટકાયત વોરંટ ઇસ્યુ કરતા  એચ.આર.ગોસ્વામી તથા કિરણસિંહ દાયમા, રાજુભાઇ વેદાણી,બહાદુરસિંહ રાઠોડ,પ્રદ્યુમનસિંહ વાળા તેમજ એલ.સી.બી.પોલીસ સ્ટાફ દ્વારા તા.૨૩/૦૩/૨૦૧૯ ના રોજ વહેલી સવારમાં આરોપી સહદેવસિંહ ગંભીરસિંહ રાઠોડના વોરંટની બજવણી કરી લાજપોર (સુરત) મધ્યસ્થ જેલ ખાતે ધકેલી આપેલ છે.

આમ પૂજ્ય બાપુની તિથિ નિમિતે દુધાળા ગામે દિવસભર ધાર્મિક વાતાવરણ વચ્ચે વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાશે તેમજ મોટી સંખ્યામાં સંતો મહંતો પધારશે.

Previous articleતખ્તેશ્વરટેકરીએથી પૂર્ણિમાએ લોકોએ સુપર મુનને નિહાળ્યો
Next articleવલ્લભીપુરમાં વૃક્ષારોપણ સાથે શહીદદીન ઉજવાયો