ભાવનગરમાં સર્વજ્ઞાતિ સમુહલગ્ન

657

વીરમાંધાતા સંગઠન દ્વારા ભાવનગર શહેરના જવાહર મેદાન ખાતે આજે ચતુર્થ સર્વજ્ઞાતિ સમુહ લગ્નનું આયોજન કરવામાં આવેલ. જ્યાં કુલ ૧૨૯ યુગલોએ પ્રભુતામાં પગલાં પાડ્યા હતા. સમુહ લગ્નોત્સવમાં પૂ.મોરારીબાપુ ઉપસ્થિત રહ્યા હતા. અને નવયુગલોને આશીર્વચન પાઠવ્યા હતા. આ સમુહ લગ્નોત્સવમાં જોડાનાર કન્યાઓને ઘરવખરી સહીતનો કરીયાવર આપવામાં આવ્યો હતો. સમુહલગ્નને સફળ બનાવવા વીર માંધાતા સંગઠનનાં રાજુ સોલંકી સહિતે જહેમત ઉઠાવી હતી.

Previous articleવલ્લભીપુરમાં તોતણીયાળા ગામે મહાદેવનાં મંદીરમાં તાળા તૂટ્યા
Next articleએકનાં ડબલ કરવાની લાલચ આપતી ઠગ ટોળીને મહુવાથી ઝડપી લેતી એસ.ઓ.જી