બે સપ્તાહમાં ૨૭ લાખથી વધુ વાહનોમાં HSRP નંબર પ્લેટ લગાવવી અશક્ય…!!

1162
guj312018-7.jpg

જેમણે હજુ સુધી હાઈ સીકયોરિટી રજીસ્ટ્રેશન પ્લેટ(ૐજીઇઁ) નથી નખાવી તેવા વાહનધારકો માટે આ બે સપ્તાહ કદાચ મિશન ઇમ્પોસિબલ જેવા રહેશે. કેમ કે આગામી ૧૫ જાન્યુઆરી પછી જેમના વાહનમાં ૐજીઇઁ તેવા લોકોને જેટલીવાર પકડાશે તેટલીવાર રુ.૫૦૦નો દંડ આપવો પડશે. જોકે સાચી સમસ્યા જ અહીં છે. સરકારે તો ડેડલાઇન જાહેર કરી દીધી પરંતુ શહેરની ઇર્‌ં ઓફિસની કેપેસિટી જ રોજના ૨૦૦૦ વાહનોમાં અકીલા ૐજીઇઁ ફીટ કરવાની છે. જો હાલની ક્ષમતા સાથે ઇર્‌ં ઓફિસને ૨૪ કલાક કાર્યરત રહેવા દેવામાં આવે તો પણ ૬૦૦૦ નંબર પ્લેટ ફીટ થઈ શકે છે. જે આગામી ૧૪ દિવસમાં કુલ વધુમાં વધુ ૮૪૦૦૦ વાહનોને નવી ૐજીઇઁ આપી શકે છે. જયારે શહેરમાં કુલ ૩૭,૩૯,૨૦૪ વાહનો પૈકી ૨૭,૯૩,૩૬૦માં ૐજીઇઁ લગાવવાની બાકી છે. રાજયમાં ૐજીઇઁ ફરજીયાતનો નિયમ ૧૬ નવેમ્બર ૨૦૧૨માં લાગુ પાડવામાં આવ્યો અને ૩૯ જાન્યુઆરી ૨૦૧૩થી નવી ૐજીઇઁ નંબર પ્લેટ નાખવાની શરૂઆત કરવામાં આવી છે. ઇર્‌ં ના ડેટા મુજબ જોઈએ તો નવેમ્બર ૨૦૧૭ સુધીમાં શહેરમાં ફકત ૯.૪૫,૮૪૪ વાહનોમાં આ પ્રકારની નંબર પ્લેટ ફીટ કરી શકાઈ છે. જેમાંથી ૫૮,૯૩૯ વાહનો જ ફકત જુના વાહનો છે જયારે બાકીના વાહનો તો નવા રજીસ્ટર થયેલા વાહનો છે. શહેરમાં રહેલા કુલ ૩૭.૩૯ લાખ વાહોનો પૈકી ૨૭.૯૬ લાખ ટૂ વ્હિલર છે જયારે ૨.૫૪ લાખ થ્રી વ્હિલર અને ૬.૮૮ લાખ ફોર વ્હિલર છે. હવે આ સ્થિતિમાં ફસાયેલ ઇર્‌ં વિભાગને વાહનોની ડિલરશીપ ધરાવતા ડીલરો પર મદદ માટે આશા છે.
ટ્રાન્સપોર્ટ કમિશનર આર.એમ. જાદવે કહ્યું કે ’સુપ્રીમ કોર્ટના ઓર્ડર મુજબ નવા-જૂના દરેક વાહનોમાં ૐજીઇઁ ફરજીયાત છે. આ માટે લોકોને ખૂબ સમય આપવામાં આવ્યો હતો પરંતુ ખૂબ જ ઓછા લોકોએ સામે ચાલીને આ નંબર પ્લેટ ફીટ કરાવી છે હવે જયારે આ ડેડલાઈન જે લોકો બાકી છે તેમના માટે જરુરી છે. જેથી તેઓ કાયદાનું પાલન કરે. અને જયાં સુધી ૨૭ લાખ વાહનોમાં ૐજીઇઁ ફિટ કરવાની વાત છે તો અમે પૂરતા પ્રયાસો કરી રહ્યા છીએ.

Previous articleવાલી મંડળ સુપ્રીમમાં અરજી ફાઇલ કરાય તેવી પ્રબળ વકી
Next articleબાબુ બોખિરિયાની ચીમકી, કેબિનેટમાં સ્થાન આપો નહિ તો રાજીનામું આપીશ !