આજરોજ ભાવનગર રેન્જના પોલીસ સબ ઇન્સપેકટર ડી.ડી.પરમારના માર્ગદર્શન અને સુચનાથી આર.આર.સેલના સ્ટાફના માણસોને મળેલ બાતમી આધારે બોરતળાવ પોલીસ મથકનાં ગુન્હાના કામે કેદી નાસીરભાઇ ઉર્ફે ભુરો સલીમભાઇ પઠાણ ઉ.વ.૩૨ રહેવાસી-કુંભારવાડા, મોતીતળાવ શેરીનં-૬, વાળો કેદી નંબર ૪૪૭૦૧ થી કેદની સજા રાજકોટ મધ્યસ્થ જેલમાં ભોગવી રહેલ હતો અને ગુજરાત હાઇકોર્ટના હુકમ નંબર-૮૭/૨૦૧૮ તારીખ ૨૧/૦૧/૨૦૧૯ થી પ્રથમ દિન-૧૦ ના બાદમાં તારીખ ૧૧/૦૨/૨૦૧૯ ના હુકમથી ૨ વીક (૨ અઠવાડીયા) ના વચગાણાના જામીન ઉપર છુટેલ અને બાદ પરત જેલમાં હાજર થવાનું હતું પરંતુ તે જેલમાં હાજર થયેલ નહી નાસી છુટેલ હતો જેને આજરોજ તેના ઘર પાસેથી ઝડપી પાડી જરૂરી કાર્યવાહી કરી બોરતળાવ પોલીસ સ્ટેશન ખાતે સોંપી રાજકોટ મધ્યસ્થ જેલ ખાતે પોલીસ જાપ્તા સાથે મોકલી આપવા તજવીજ કરેલ છે.
આ કામગીરીમાં આર.આર.સેલના યોગેન્દ્રસિંહ ગોહીલ તથા જીતેન્દ્રસિંહ જાડેજા તથા સોહીલભાઇ ચોકીયા જોડાયા હતા.