શહીદદિન નિમિત્તે શહિદ વંદના

775

આજે ૨૩ માર્ચ શહિદદિનની ઉજવણી ભાવનગર ખાતે કરવામાં આવી હતી આજે સવારથી જ ઘોઘાગેઇટ ચોક ખાતે શહીદ ભગતસિંહની પ્રતિમાને વિવિધ યુનિયનો, સંસ્થાઓ, વિદ્યાર્થીઓ સહિતે પુષ્પાંજલી કરવા સાથે શહીદ વંદના કરી હતી. જ્યારે હલુરીયા ચોક ખાતે શહીદ સ્મારકે જઇને પણ શહીદો અમર રહોના નારા સાથે પુષ્પાંજલી સાથે શહીદ વંદના કરવામાં આવી હતી. લોકસભા ચૂંટણી આચાર સંહિતાના કારણે આજે રેલી, સભા સહિતનાં આયોજનો મોકુફ રખાયા હતા. જ્યારે વિવિધ પક્ષનાં રાજકીય આગેવાનોની હાજરી પણ પાંખી અને નહીવત રહી હતી. વિવિધ યુનિયનો, સંસ્થાઓ, વિદ્યાર્થી આગેવાનો તથા શાળાનાં બાળકો દ્વારા શહીદોને પુષ્પાંજલી અર્પણ કરવામાં આવી હતી.

Previous articleરાજકોટ જેલમાંથી પેરોલ જંપ થયેલ ઇસમને ઝડપી લેતી આર.આર.સેલ
Next articleશું ઐશ્વર્યા રાય ફરીથી માતા બનવાની છે…!?