મોદીની બાયોપિક ટૂંક સમયમાં રિલીઝ થવા જઇ રહી છે. રિલીઝ થાય એ પહેલા જ ફિલ્મ વિવાદોમાં ફસાઇ ચુકી છે. સીનિયર રાઈટર જાવેદ અખ્તરે ફિલ્મના પોસ્ટર પર પોતાનું નામ જોયા બાદ કહ્યુ કે મેં તો આવી કોઈ ફિલ્મ માટે ગીત લખ્યુ નથી.
આટલું ઓછુ હોય તેમ ફિલ્મના પોસ્ટર પર સોંગ રાઈટર સમીરનું નામ પણ લખ્યુ હતુ જેનાથી સમીર પણ નારાજ થયા છે. આ વિવાદ થતાં ફિલ્મના પ્રોડ્યુસરને ખુલાસો કરવા આવવું પડ્યુ છે.પ્રોડ્યુસર સંદીપ સિંહે એક નિવેદન આપતા કહ્યુ છે કે જાવેદ અખ્તર અને સમીરના ગીતો તેમની ફિલ્મમાં લેવામાં આવ્યા છે જેનો રાઈટ્સ ટી-સીરીઝ પાસેથી લેવામાં આવ્યો છે. જો આ અંગેની જાણકારી મ્યુઝિક કંપનીએ તેમને નથી આપી તો આ તેની ભૂલ કહેવાય, ફિલ્મના પ્રોડ્યુસરે કહ્યુ કે અમારી પાસેતો રાઈટ્સ હોવાથી અમે તેમનું નામ લીધુ છે અમારી કોઈ ભૂલ જ નથી.
સંદીપે કહ્યું કે જાવેદ અખ્તરના ગીતો સાંભળીને હુ મોટો થયો છુ. હુ ઇચ્છુ છુ કે મારી ફિલ્મમાં તેમનાં ગીતો હોઈ. આ અંગે મે ટી-સીરીઝના માલીક ગૂલશન કુમાર સાથે પણ વાતચીત કરી હતી. તેઓ મારી વાત સાથે સહમત થયા હતા. આ વાતની જાણકારી જો જાવેદ અખ્તર સાહેબ પાસે ન હોય તો તેમાં મારી કોઈ ભૂલ નથી આ મ્યુઝિક કંપનીની ભૂલ છે.