જોરદાર હાર વચ્ચે કેપ્ટન કોહલીએ શોધી નાખ્યો ’હીરો’, હવે બનશે ટીમનું બ્રહ્માસ્ત્ર

575

ચેન્નાઈ : ચેન્નાઇ સુપરકિંગ્સે  મેચમાં ટોસ જીતને પહેલાં બોલિંગ કરીને બેંગ્લુરુને ૧૭.૧ ઓવરમાં ૭૦ રનના સ્કોરે બોલ્ડ કરી દીધું હતું. આ પછી ચેન્નાઈએ ત્રણ વિકેટ ગુમાવીને ૧૭.૪ ઓવરમાં લક્ષ્ય મેળવી લીધું હતું. આ આઇપીએલ (ૈંઁન્ ૨૦૧૯)ની ૧૨મી સિઝનની પહેલી મેચ હતી. લીગમાં રવિવારે બે મેચ રમવામાં આવશે.  હકીકતમાં ઝ્રજીદ્ભનો કેપ્ટન ધોની ટીમ ઇન્ડિયાનો ભૂતપૂર્વ કેપ્ટન છે જ્યારે વર્તમાન કેપ્ટન વિરાટ કોહલી ઇઝ્રમ્નો કેપ્ટન છે.

આ મેચમાં ઇઝ્રમ્ની હાર થઈ છે પણ ટીમને નવદીપ સૈની જેવો જોરદાર બોલર મળી ગયો છે જે કોઈપણ મેચમાં ટીમ માટે બ્રહ્માસ્ત્ર સાબિત થઈ શકે છે. નવદીપ સૈની વિશે વિરાટ કોહલીએ કહ્યું છે કે નવદીપ ૧૫૦ કિલોમીટરની સ્પિડથી બોલિંગ કરે છે. તે એક ઘાતક બોલર સાબિત થઈ શકે છે અને મારી તેના પર નજર છે.

આઇપીએલ માં રવિવારે (૨૪ માર્ચ)ના દિવસે બે મેચ રમવામાં આવશે. પહેલી મેચમાં કોલકાતા નાઇટ રાઇડર્સ અને સનરાઇઝર્સ હૈદરાબાદ વચ્ચે રમત રમાશે. બીજી મેચમાં દિલ્હી કેપિટલ્સની મેચ મુંબઈ ઇન્ડિયન્સ સામે રમાશે. દિલ્હી કેપિટલ્સ ગઈ સિઝન સુધી દિલ્હી ડેરડેવિલ્સના નામે મેચ રમતી હતી પણ આ વખતે એણે પોતાનુ નામ બદલી નાખ્યું છે.

Previous articleIPL T-20માં રૈનાએ ૫ હજાર રન પૂરા કર્યા
Next articleઅબુધાબીમાં સ્પેશિયલ ઓલમ્પિકમાં ગુજરાતના ખેલાડીઓનો ડંકો, ૪ ગોલ્ડ સહિત જીત્યા ૧૮ મેડલ