પુરષોત્તમ સોલંકીએ CM રૂપાણીને મળી ખાતાં ફાળવણી અંગે અન્યાયની કરી વાત

688
guj312018-6.jpg

ગુજરાતમાં વિજય રૂપાણી સરકારની શપથવિધી પછી કરાયેલી ખાતાંની ફાળવણીના કારણે ભારે અસંતોષ વ્યાપેલો છે. નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે તો ખુલ્લેઆમ બગાવત કરીને ભાજપના હાઈકમાન્ડને ઘૂંટણિયે પાડ્‌યું અને મહત્વનું નાણાં મંત્રાલય આપવાની ફરજ પાડી ત્યાં હવે બીજા પ્રધાને બગાવત કરી છે.સોલંકીએ આજે સાંજે મુખ્યમંત્રી વિજય રૂપાણી સામે અસંતોષ વ્યક્ત કર્યો હતો. રૂપાણીને મળવા જતાં પહેલાં સોલંકીએ મીડિયા સામે પોતાનો અસંતોષ શબ્દો ચોર્યા વિના વ્યક્ત કર્યો હતો અને મુખ્યમંત્રીને મળ્યા પછી પોતાની વાતના શું પ્રત્યાઘાત પડે છે તે મુદ્દે ચર્ચા કરશે તેમ કહ્યું હતું.રજૂઆત બાદ કંઇ નહીં કરાય તો કોળી સમાજ જેમ કહે તેમ કરીશ.૨ વાર જીત્યા તેમને સારા ખાતા આપ્યા છે  મારી તબીયત સારી છે ખરાબ હોયતો હું અહી ના આવું.
તેમણે જણાવ્યું હતું કે છેલ્લા ૬ વખતથી ચૂંટાતો  હોવા છતાં મને ફક્ત એક જ મત્સ્ય ઉદ્યોગ આપ્યું છે, તેનાથી હું શું કરી શકું કોનું ભલું  કરી શકું. મુખ્યમંત્રી વિજયભાઇ એ આજે આઠ દિવસ બાદ જેવો ચાર્જ સંભાળ્યો કે તરતજ તેઓ તેમની સાથે મીટીંગ કરવા પહોંચ્યા હતા.
બાદમાં તેમને પૂછતાં જણાવ્યું હતું કે કોઇ પણ ખાતું તે ચલાવી શકે તેમ છે,સી.એમ. ૧૨ ખાતાં ચલાવે છે કહી તેમણે કટાક્ષ કર્યો હતો.મત્સ્ય ઉદ્યોગ માત્ર દરિયા સંબંધિત ખાતું છે.આ પહેલાં ખાતાઓની ફાળવણી બાદ નીતિન પટેલ નારાજ થઈ જતાં રાજકિય માહોલ ગરમાયો હતો. ત્રણ દિવસની ચર્ચાની અંતે નીતિન પટેલે પોતાની ઓફિસમાં આવી ચાર્જ સંભાળી લીધો છે પણ હજુ વિજય રૂપાણીની મુશ્કેલીઓ થંભવાનું નામ લેતી ન હોય તેમ લાગી રહ્યું છે.ગુજરાતના કોળી  સમાજના ધારાસભ્યોની સંખ્યા વધારે હોવા છતાં કોળી સમાજમાંથી માત્ર એક જ ધારાસભ્યને મંત્રીપદ અપાયું તે મામલે કોળી સમાજે વિજય રૂપાણીને આંદોલનની ધમકી આપી હતી. રાષ્ટ્રીય કોળી સમાજના યુવા નેતા અને ભાવનગરના પ્રમુખ બળદેવ સોલંકીએ આ ચીમકી આપી હતી.૧૧૩ સોલંકીએ જણાવ્યું હતું કે, કોળી સમાજના ૧૨ ધારાસભ્યો ચૂંટાણા છે, જ્યારે કોળી અને ઠાકોર સમાજના ૧૫ કરતાં વધુ ધારાસભ્યો ચૂંટાયા હોવા છતાં મંત્રી મંડળમાં માત્ર પુરૂષોત્તમ સોલંકીની જ મંત્રીમંડળમાં સ્થાન આપવામાં આવ્યું છે. આમ કોળી સમાજને મંત્રી મંડળમાં અન્યાય થયો છે.બળદેવ સોલંકીએ પોતાના કોળી નેતાઓને પણ ચિમકી આપી છે કે તેઓ કોળી સમાજમાંથી આવતા હોવાને કારણે સરકારમાં તેમને મળી જાય અને તેઓ ચુપ બેસી જશે તો કોળી સમાજ ચલાવી લેશે નહીં, જરૂર પડે કોળી સમાજ પોતાના કોળી નેતાઓ સામે પણ આંદોલન કરશે.
 

Previous articleબાબુ બોખિરિયાની ચીમકી, કેબિનેટમાં સ્થાન આપો નહિ તો રાજીનામું આપીશ !
Next articleટ્રાફિક પોલીસ અને આરટીઓનો સપાટો ૬૦૦થી વધુના લાયસન્સ રદ