માઈક્રો ડેટા સહિત છ પરિબળોની શેરબજાર ઉપર સીધી અસર રહેશે

464

શેરબજારમાં આવતીકાલથી શરૂ થતા નવા કારોબારી સેશનમાં માઈક્રો ડેટા અને ક્રુડની કિંમત સહિત છ પરિબળોની સીધી અસર રહી શકે છે. શેરબજારમાં તેજી રહેવાને સંકેત પણ દેખાઈ રહ્યા છે. લોકસભાની ચુંટણી બાદ સ્થિર સરકાર રચાવાના સંકેત વચ્ચે હાલમાં દેશના ઈક્વિટી માર્કેટમાં આઠ દિવસ સુધી સતત તેજી ર્યા બાદ શુક્રવારના દિવસે તેજી ઉપર બ્રેક મુકાઈ હતી. બેન્ચમાર્ક ઈન્ડેક્ષ સાપ્તાહિક આધાર ઉપર ઉછાળા સાથે બંધ રહ્યો હતો. સેન્સેક્સ ૧૪૦ પોઈન્ટ અથવા ૦.૩૭ ટકા તથા નિફ્ટી ૩૦ પોઈન્ટ અથવા ૦.૨૬ ટકા ઉછળીને બંધ રહ્યો હતો. એફપીઆઈ મૂડી પ્રવાહ, માઈક્રો આર્થિક આંકડાઓ પણ બજારમાં તેજી લાવવામાં ભૂમિકા ભજવી શકે છે. શેરબજારમાં હાલમાં ઉતાર ચઢાવનો ગાળો રહી શકે છે. ગુરૂવારના દિવસે માર્ચ સિરીઝમાં ફ્યુચર એન્ડ ઓપ્શન કોન્ટ્રાક્ટનો ગાળો પૂર્ણ થનાર છે. એપ્રિલ સિરિઝ માટે રોકાણકારો રોલઓવર માટે તૈયાર છે. નિફ્ટી ફ્યુચર શુક્રવારના દિવસે ૧૧૩૭૮ની સપાટીએ રહ્યો હતો. બે મહત્વપૂર્ણ ડેટા પણ જારી કરવામાં આવનાર છે. ફેબ્રુઆરી મહિના માટે ફિઝલ ડેફિસીટના ડેટા અને ઈન્ફ્રાસ્ટ્રકચર આઉટપુટના આંકડા જારી કરવામાં આવનાર છે. આઠ ઈન્ફ્રાસ્ટ્રકચર સેકટર કોલસા, ક્રુડ, નેચરલ ગેસ, રિફાઈનરી, ફર્ટિલાઈઝર્સ, સ્ટીલ, સિમેન્ટ અને ઈલેકટ્રિસિટીને લઈને કોર સેકટરના આંકડા જારી કરવામાં આવનાર છે. જાન્યુઆરી મહિનામાં તેમાં વધારો ૧.૮ ટકા સુધીનો રહ્યો હતો. ક્રુડની કિંમતમાં ઘટાડો રહ્યો હતો. રિફાઈનરી પ્રોડક્ટ્‌સ અને ઈલેકટ્રિસિટીમાં ઘટાડો રહ્યો હતો. દેશના ચોથા ત્રિમાસિક ગાળાના વિદેશી દેવા અને વર્તમાન ખાતાકીય ડેટાના આંકડા પણ મહત્વપૂર્ણ છે. અમેરિકા અને ચીન વચ્ચેની ઉચ્ચસ્તરીય મંત્રણા પણ યોજાનાર છે. આ મંત્રણા ગુરૂવારના દિવસે થશે. બંને દેશો વેપાર સંબંધિત મતભેદોને દુર કરવા માટે આશાવાદી છે. વેપાર મંત્રણા ઉપર વૈશ્વિક બજારોની નજર કેન્દ્રિત થઈ છે. ક્રુડની કિંમતોની અસર પણ દેખાશે. શુક્રવારના દિવસે ક્રુડની કિંમતમાં બે ટકા સુધીનો ઘટાડો રહ્યો હતો. વૈશ્વિક આર્થિક મંદી વચ્ચે તેલની માંગ હાલમાં ઘટી છે. વિદેશી મૂડીરોકાણકારોએ હજુ સુધી માર્ચ મહિનામાં સ્થાનિક મૂડી માર્કેટમાં ૩૮૨૧૧ કરોડ રૂપિયા ઠાલવી દીધા છે. સુધરી ગયેલી વૈશ્વિક લિક્વિડિટીની સ્થિતિ વચ્ચે વિદેશી મૂડીરોકાણકારો દ્વારા જંગી નાણાં ઠાલવવામાં આવ્યા છે. ફેબ્રુઆરી મહિનામાં વિદેશી મૂડીરોકાણકારોએ મૂડી માર્કેટ ડેબ્ટ અને ઈક્વીટીમાં મળીને ૧૧૧૮૨ કરોડ રૂપિયા ઠાલવી દીધા હતા. જાણકાર લોકોનું કહેવું છે કે મોનિટરીંગ પોલિસી આઉટલૂક ઉપર આને સીધી અસર થનાર છે. નવેસરના આંકડા મુજબ વિદેશી મૂડીરોકાણકારોએ પહેલી માર્ચથી લઈને ૨૨મી માર્ચ વચ્ચેના ગાળામાં ઈક્વિટીમાં ૨૭૪૨૪.૧૮ કરોડ રૂપિયા ઠાલવ્યા છે.

Previous articleબિહાર : ગિરીરાજ અને કનૈયા કુમાર વચ્ચે સીધી ટક્કર રહેશે
Next articleકોલ્ડ સ્ટોરેજ અપગ્રેડ કરવા ૨૧૦૦૦ કરોડ રોકાણ થશે