રજાઓ ગાળાવાના મામલે ભારતીયો સૌથી આગળ છે

442

રજાઓ મનાવવાના મામલામાં ભારતીય લોકો સૌથી આગળ રહ્યા છે. બીજી બાજુ સૌથી વધારે નોકરીઓની તકો ટ્રાવેલ સેકટરમાં ઉભી થઈ રહી છે. હાલમાં જ કરવામાં આવેલા એક અભ્યાસમાં જણાવવામાં આવ્યું છે કે જ્યારે વાત મોંઘા ટુર અને રજાઓ ઉપરની હોય છે ત્યારે ભારતીય લોકો દુનિયાભરમાં સૌથી આગળ છે. ભારતીય લોકો મોંઘા ટ્રીપના મામલામાં મેક્સીકો, થાઈલેન્ડ, સ્પેન, તુર્કી, અમેરિકા અને ચીન સહિતના દેશોથી આગળ નીકળી ચુક્યા છે. વર્લ્ડ ટ્રાવેલ એન્ડ ટુરિઝમ કાઉન્સીલ ઈકોનોમિક ઈમ્પેક્ટ ૨૦૧૯ના રિપોર્ટ મુજબ ભારતીય લોકો મોંઘા ટ્રીપ ઉપર જવા માટે વૈશ્વિક લીડર તરીકે ઉભરી ચુક્યા છે. આ રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે ભારતીય લોકો પ્રવાસને લઈને હંમેશા આશાવાદી રહે છે. ભારત પોતાના કુલ જીડીપી પૈકી ૯૪.૮ ટકા ટ્રાવેલ ટુરીઝમ ઉપર ખર્ચ કરે છે. જ્યારે અમેરિકા અને ચીન ક્રમશઃ આ મામલામાં ૭૧.૩ ટકા અને ૮૧.૪ ટકાની સાથે બીજા અને ત્રીજા નંબર ઉપર છે. મેક્સિકો, થાઈલેન્ડ, સ્પેન, બ્રાઝિલ ભારત બાદ મોંઘા ટ્રીપ પર ખર્ચ કરવાના મામલામાં અન્ય દેશો છે. ભારત કામ સાથે જોડાયેલા અથવા બિઝનેસ ટ્રાવેલ ઉપર પાંચ ટકાથી વધારે ખર્ચ કરે છે. ૨૦૧૮માં ૨૪૭.૩ અબજની કુલ કિંમતની સાથે ટ્રાવેલ એન્ડ ટુરિઝમે દેશના જીડીપીમાં ૯.૨ ટકાનું યોગદાન આપ્યું છે. અલબત્ત, દેશમાં સૌથી વધારે ૮૭ ટકા મોંઘી રજાઓ સ્થાનિક ટ્રાવેલ ઉપર કરવામાં આવી છે. જ્યારે ૧૩ ટકા રજાઓ ઈન્ટરનેશનલ ટુરીઝમ ઉપર રાખવામાં આવી છે. ભારત એશિયામાં ત્રીજી સૌથી મોટી ટ્રાવેલ ઈકોનોમી તરીકે છે. ચીન અને જાપાન આ મામલે ભારતથી આગળ રહ્યા છે. સાઉથ એશિયામાં ભારત સૌથી મોટી ટ્રાવેલ ઈકોનોમિક છે.

ભારતના સૌથી મોટા ઈન્ટરનેશનલ માર્કેટ અમેરિકા અને બાંગ્લાદેશ છે. દેશમાં રોજગારનું સ્તર ટુરીઝમમાં સૌથી વધુ વધ્યું છે. દેશના રોજગારમાં એકલા ટ્રાવેલ સેકટરનું યોગદાન ૮.૧ ટકા છે એટલે કે ૨૦૧૮માં ટ્રાવેલ સેકટરમાં ચાર કરોડ લોકોને રોજગારી મળી છે.

Previous articleકોલ્ડ સ્ટોરેજ અપગ્રેડ કરવા ૨૧૦૦૦ કરોડ રોકાણ થશે
Next articleFPI દ્વારા માર્ચ મહિનામાં ૩૮,૨૧૧ કરોડ ઠલવાયા