પીરાણામાં આવેલ ગણેશનગરમાં એક લાકડાનાં પીઠામાં આગ લાગતા દોડધામ મચી ગઈ. આગે જોત જોતામાં વિકરાળ સ્વરૂપ ઘારણ કરી લીઘું. ઘટનાની જાણ ફાયર વિભાગને થતાની સાથે જ ઘટનાસ્થળે ફાયર ફાઇટરની ૪૦થી વધુ ગાડીઓ દ્વારા આગ પર પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવવા માટે પ્રયાસો ચાલુ કરવામાં આવ્યા હતા.
જો કે આગ પર કલાકોની ભારે જહેમત બાદ આગ પર ફાયર દ્વારા સંપૂર્ણ રીતે કાબુ મેળવી લેવામાં આવ્યો. આ વિકરાળ આગ લાગવાનું કોઇ કારણ હજી સામે આવ્યું નથી.
દુર દુર સુધી ભયંકર આગનાં ગોટેગોટા જોવા મળી રહ્યા હતા. ત્યારે આગને જોવા લોકોનાં ટોળા પણ ભેગા થઇ ગયા. આગ એટલી વિકરાળ હતી કે આસપાસની ૫ ફેક્ટરીઓમાં પણ ફેલાઈ ગઇ. જેને લઈને ફાયર બ્રિગેડના ઉચ્ચ અધિકારીઓ પણ ઘટનાસ્થળે પહોંચી આગને કાબૂમાં લેવાનાં પ્રયત્નો શરુ કર્યા હતા. પવનની ગતિ વધારે હોવાના કારણે આગ જોત જોતામાં ખુબજ વિકરાળ બની જતા ફાયર વિભાગે બ્રિગેડ કૉલ જાહેર કર્યો. આગ એટલી વિકરાળ હતી જેને ધ્યાનમાં રાખી ફાયર વિભાગ દ્વારા એમ્બ્યુલન્સને પણ ઘટનાસ્થળે બોલાવી દેવામાં આવી હતી. સાથે જ આસપાસનાં લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા.
જો કે આગ પર કલાકોની ભારે જહેમત બાદ આગ પર ફાયર દ્વારા સંપૂર્ણ રીતે કાબુ મેળવી લેવામાં આવ્યો. આ વિકરાળ આગ લાગવાનું કોઇ કારણ હજી સામે આવ્યું નથી.